પર્થઃ પર્થમાં રમાયેલી આઈસીસી મહિલા વિશ્વકપની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે થાઈલેન્ડને સાત વિકેટે અને ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને સાત વિકેટે પરાજય આપ્યો છે. ગ્રુપ-બીના મુકાબલામાં થાઈલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 78-9નો સ્કોર બનાવ્યો, જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 17 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસિલ કરી લીધો હતો. ગ્રુપ-એની મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 127 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 18મી ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસિલ કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટ ઈન્ડિઝની જીત સાથે શરૂઆત
પ્રથમ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરતા થાઈલેન્ડની ટીમ 20 ઓવરમાં માત્ર 78 રન બનાવી શકી હતી. નન્નાપાત કોંચારોએન્કાઈએ સૌથી વધુ 33 રન બનાવ્યા, તો વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન સ્ટેફની ટેલરે ત્રણ વિકેટ ઝડપી હતી. લક્ષ્યના જવાબમાં સ્ટેફની ટેલરે અણનમ 26 અને શેમૈન કેમ્પબેલે અણનમ 25 રનની ઈનિંગ રમી અને 20 બોલ પહેલા ટીમને જીત અપાવી દીધી હતી. સ્ટેફનીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે થાઈલેન્ડ મહિલા ટી20 વિશ્વકપમાં પોતાનું પર્દાપણ કર્યું છે. 


શ્રીલંકા vs ન્યૂઝીલેન્ડ
બીજી મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકા તરફથી કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટુના 41 રનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 127 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 18મી ઓવરમાં 14 બોલ બાકી રહેતા જીત હાંસિલ કરી હતી. સોફી ડિવાઇને 55 બોલમાં 75 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડની હેલી જેન્સેને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી અને તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 


ડેરેન સેમીને મળશે પાકિસ્તાનની નાગરિકતા સાથે સૌથી મોટા નાગરિક એવોર્ડથી થશે સન્માનિત  


કાલે પર્થમાં ગ્રુપ-બીમાં ઈંગ્લેન્ડનો સામનો આફ્રિકા વિરુદ્ધ થશે. આ પહેલા ગઈકાલે ટી20 વિશ્વકપની પ્રથમ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 17 રનથી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. 24 ફેબ્રુઆરીએ ગ્રુપ એમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાનો સામનો શ્રીલંકા સામે થશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર