ડેરેન સેમીને મળશે પાકિસ્તાનની નાગરિકતા સાથે સૌથી મોટા નાગરિક એવોર્ડથી થશે સન્માનિત


સેમીએ પાકિસ્તાનમાં ક્રિકેટની વાપસી માટે મોટા પગલા ભર્યાં છે. તેમણે આ દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પરત લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. વર્ષ 2017માં તે લાહોરમાં પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમવા માટે માનનાર પ્રથમ વિદેશી ખેલાડી હતો. 

ડેરેન સેમીને મળશે પાકિસ્તાનની નાગરિકતા સાથે સૌથી મોટા નાગરિક એવોર્ડથી થશે સન્માનિત

કરાચીઃ Pakistan Citizenship: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ તે વાતની જાહેરાત કરી છે કે તેના દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરત લાવવામાં વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમી (Darren Sammy)એ જે ભૂમિકા ભજવી છે તેના માટે તેને માનદ નાગરિકતા પ્રદાન કરવામાં આવશે. પાકિસ્તાન સરકાર તેને આ સન્માનથી સન્માનિત કરશે. ડેરેન સેમી આ સમયે પાકિસ્તાન સુપર લીગની પાંચમી સીઝનમાં ટીમ પેશાવર ઝાલ્મીને લીડ કરી રહ્યો છે. તેને દેશની માનદ નાગરિકતા (honorary citizenship)ની સાથે-સાથે દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-હૈદર (Nishan-e-Haider)થી પણ 23 માર્ચે સન્માનિત કરવામાં આવશે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી (Arif Alvi) તેમને આ સન્માનથી સન્માનિત કરશે. 

સેમીએ પાકિસ્તાનમાં ક્રિકેટની વાપસી માટે મોટા પગલા ભર્યાં છે. તેમણે આ દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પરત લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. વર્ષ 2017માં તે લાહોરમાં પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમવા માટે માનનાર પ્રથમ વિદેશી ખેલાડી હતો જ્યારે મોટા ભાગના વિદેશી ખેલાડીઓએ સુરક્ષાનો હવાલો આપતા ત્યાં રમવાની ના પાડી દીધી હતી. તેણે લાહોરમાં બીજી ફાઇનલમાં પેશાવર ઝાલ્મી (Peshawar Zalmi)ની ટીમની આગેવાની કરી હતી. 

— PCB Media (@TheRealPCBMedia) February 22, 2020

પાકિસ્તાન સુપર લીગ (Pakistan Super League 2020)ની ટીમ પેશાવર ઝાલ્મીના માલિક જાવેદ અફરીદીએ કહ્યું કે, તેણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિને વિનંતી કરી હતી કે પાકિસ્તાન ક્રિકેટ માટે સેમીએ જે કહ્યું છે, તે માટે તેને માનદ નાગરિકતા પ્રદાન કરવામાં આવે.  

ડેરેન સેમી વિશ્વનો એવો ત્રીજો ક્રિકેટર બની જશે જેને કોઈ દેશની સરકારે માનદ નાગરિકતા પ્રદાન કરી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ હેડન અને આફ્રિકાના હર્શલ ગિબ્સને માનદ નાગરિકતા આપવામાં આવી છે. વર્ષ 2007 વનડે વિશ્વકપ બાદ આ બંન્નેને સેન્ટ કિટ્સ સરકારે માનદ નાગરિકતા આપી હતી. ડેરેન સેમીએ પોતાની આગેવાનીમાં વેસ્ટ ઈન્ડિઝને બે-બે ટી20 વિશ્વકપ ટાઇટલ અપાવ્યા છે. પાકિસ્તાનમાં તેને ખુબ પસંદ કરવામાં આવે છે અને તેના પ્રશંસકોની ત્યાં કોઈ કમી નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news