WorldT20: 9 નવે.થી મહિલા ટી-20 વિશ્વકપનો પ્રારંભ, જાણો ભારતીય ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ
મહિલા ટી-20 વિશ્વકપમાં કુલ 10 ટીમો ભાગ લેવાની છે. ટૂર્નામેન્ટની ફાઇનલ 24 નવેમ્બરે રમાશે.
નવી દિલ્હીઃ આગામી 9 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી વેસ્ટ ઈન્ડિઝમાં મહિલા ટી-20 વિશ્વકપ શરૂ થવાનો છે. મહિલા વિશ્વકપમાં કુલ 10 ટીમો ભાગ લેવાની છે. ત્રણ વખતની વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ અને બાંગ્લાદેશની ટીમ ભાગ લેશે. વિશ્વકપના તમામ મેચ સેન્ટ લૂસિયા, ગયાના અને એન્ટિગામાં રમાશે.
હરમનપ્રીતના કૌરના નેતૃત્વમાં પ્રથમવખત વિશ્વ ચેમ્પિયન બનવાનું સપનું જોઈને ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ પહોંચી ગઈ છે. ભારતીય ટીમને ગ્રુપ-બીમાં છે. તેની સાથે આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની ટીમ છે. અત્યાર સુધી કુલ 5 મહિલા ટી-20 વિશ્વ કપ રમાયા છે. ભારતીય ટીમ અત્યાર સુધી બે વખત સેમીફાઇનલમાં પહોંચી શકી છે. 2009 અને 2010માં રમાયેલા વિશ્વકપમાં ભારતીય ટીમ સેમીફાઇનલમાં પહોંચી હતી. આ વખતે વિશ્વકપમાં કુલ-10 ટીમો ભાગ લઈ રહી છે. પાંચ-પાંચ ટીમોને બે ગૃપમાં વહેંચવામાં આવી છે.
વિશ્વકપ માટે ભારતીય મહિલા ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કેપ્ટન), મિતાલી રાજ, જેમિમાહ રોડ્રિગેજ, વેદા કૃષ્ણામૂર્તિ, દીપ્તિ શર્મા, તાન્યા ભાટિયા (વિકેટકીપર), પૂનમ યાદવ, રાધા યાદવ, અનુજા પાટિલ, એકતા બિષ્ટ, ડી હેમલતા, માનસી જોશી, પૂજા વસ્ત્રાકર અને અરૂણદતિ રેડ્ડી.
ભારતીય ટીમનો કાર્યક્રમ
તારીખ વિરુદ્ધ સમય
9 નવેમ્બર ન્યૂઝીલેન્ડ રાત્રે 8.30 કલાકે
11 નવેમ્બર પાકિસ્તાન રાત્રે 8.30 કલાકે
15 નવેમ્બર આયર્લેન્ડ રાત્રે 8.30 કલાકે
17 નવેમ્બર ઓસ્ટ્રેલિયા રાત્રે 8.30 કલાકે
અત્યાર સુધીના ટી-20 વિશ્વકપમાં ભારતીય ટીમનું પ્રદર્શન
વર્ષ 2009થી ટી-20 વિશ્વકપ રમવાની શરૂઆત કરવામાં આવી હતી. અત્યાર સુધી કુલ પાંચ ટી-20 વિશ્વકપ રમાઈ
ચુક્યા છે. ભારતીય ટીમનું વિશ્વકપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સેમીફાઇનલ સુધીની સફર રહી છે. ભારતીય મહિલા ટીમ
2009 અને 2010માં સેમીફાઇનલ સુધી પહોંચી હતી.
હાર-જીત
ભારતીય ટીમ ટી-20 વિશ્વકપમાં અત્યાર સુધી કુલ 21 મેચ રમી છે. જેમાં 9માં વિજય અને 12માં પરાજય થયો છે.ભારતીય ટીમની જીતની ટકાવારી 42.85 છે.
સૌથી વધુ વખત ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન
મહિલા ટી-20 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ સૌથી વધુ વખત વિજેતા બની છે. પાંચમાંથી ત્રણ વખત ઓસ્ટ્રેલિયન ટીમે ટ્રોફી જીતી છે. ઓસ્ટ્રેલિયા કુલ ચાર વખત ફાઇનલમાં પહોંચવામાં સફળ થયું છે. તેણે 2010, 2012 અને 2014માં સતત ત્રણ વખત વિજેતા બનીને વિશ્વકપની હેટ્રિક પૂરી કરી હતી. વર્ષ 2016માં ભારતમાં રમાયેલી ટી-20 વિશ્વકપમાં પણ ઓસ્ટ્રેલિયન ટીમ રનર્સઅપ રહી હતી.
[[{"fid":"188619","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ટૂર્નામેન્ટનું શેડ્યુલ
પ્રત્યેક ટીમ પોતાના ગૃપમાં ચાર-ચાર મેચ રમશે. ગૃપની ટોપ-2 ટીમ સેમીફાઇનલમાં પ્રવેશ કરશે.
વેસ્ટ ઈન્ડિઝ-ઓસ્ટ્રેલિયા ફેવરિટ
મહિલા વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાન અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ હોટ ફેવરિટ છે. વેસ્ટ ઈન્ડિઝ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. આ સાથે તેને ઘરઆંગણે રમવાનો ફાયદો મળશે. તો ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી ત્રણ વખત વર્લ્ડ ટી-20 ચેમ્પિયન બની ગયું છે. આ સાથે ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ભારતીય ટીમને પણ મજબૂત ગણવામાં આવી રગી છે.
ગ્રુપ-એ
સાઉથ આફ્રિકા
બાંગ્લાદેશ
વેસ્ટ ઈન્ડિઝ
ઈંગ્લેન્ડ
શ્રીલંકા
ગૃપ-બી
ભારત
આયર્લેન્ડ
ઓસ્ટ્રેલિયા
ન્યૂઝીલેન્ડ
પાકિસ્તાન