હરારેઃ બે વખતની વિશ્વચેમ્પિયન રહેલી વેસ્ટઇન્ડિઝ ટીમ 2019ના વિશ્વકપમાં સ્થાન મેળવવા માટે આજે (4 માર્ચ)થી શરૂ થઈ રહેલા ક્વોલિફાયર મેચમાં રમશે. આઈસીસીએ આગામી વિશ્વકપમાં 10 ટીમોનો સમાવેશ કરવાના વિવાદિત નિર્ણયની અસર 1975 અને 1979ની ચેમ્પિયન વિન્ડીઝ પર પડ્યો છે. વિશ્વકપ 2007માં 16 ટીમોએ ભાગ લીધો હતો, જ્યારે 2011 અને 2015માં 14 ટીમો રમી હતી. ટૂર્નામેન્ટની મુખ્ય બે ટીમોને 2019માં ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા મળશે. આ ટીમોમાં સૌથી ચોંકાવનારુ નામ વિન્ડીઝનું છે. જેનું ક્યારેક વિશ્વકપ પર રાજ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટની આર્થિક મહાશક્તિ ભારત 2007ના વિશ્વકપમાં ત્રણ મેચો બાદ બહાર થઈ ગયું હતું. જેથી આઈસીસીને આર્થિક નુકશાન થયું હતું. હવે 2019 અને 2023માં નવા ફોર્મેટ મુજબ દરેક ટીમોને ઓછામાં ઓછા નવ મેચ રમવા મળશે. હજુ ટોંચની આઠ ટીમોએ ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ માટે સ્થાન પાકુ કર્યું છે. વેસ્ટઇન્ડીઝ ટોપ 8માં નથી તેથી તેને ક્વોલિફાયર રાઉન્ડ રમવાનો છે. 


આવો હતો 80ના દશકમાં વિન્ડીઝનો જલવો
આમ તો 70ના દશકથી વિન્ડીઝ ટીમનો જલવો રહ્યો છે. આ દશકમાં તે બે વખત વિશ્વ ચેમ્પિયન બની. પરંતુ 80ના દશકમાં વિન્ડીઝે પોતાની રમતથી પુરા વિશ્વપર રાજ કહ્યું હતું. 1980માં એક ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ પુરા 10 વર્ષ સુધી વિન્ડીઝ ટીમે કોઇ શ્રેણી ન ગુમાવી. 


કેપ્ટન હોલ્ડરને ગેલ પર વિશ્વાસ
વેસ્ટઈન્ડિઝ ટીમમાં આ સમયે ક્રિસ ગેલ, જેસન હોલ્ડર અને માર્વન સેમ્યુઅલ્સ જેવા ખેલાડીઓ સામેલ છે. આ બંન્ને ખેલાડીઓ ટીમને ક્વોલિફાઇ કરાવવા માટે ટીમ સાથે જોડાયા છે. વિન્ડીઝ 6 માર્ચે સંયુક્ત રાષ્ટ્ર અમિરાત વિરુદ્ધ પોતાની પ્રથમ મેચ રમશે. કેપ્ટન જેસન હોલ્ડરે ગેલની પ્રશંસા કરી અને કહ્યું કે હવે ત્રીજો વિશ્વકપ જીતવાનો સમય આવી ગયો છે. 


આ ટૂર્નામેન્ટમાં વિસ્ટઇન્ડિઝના મેચ અફઘાનિસ્તાન, આયર્લેન્ડ, ઝિમ્બાબ્વે, સ્કોટલેન્ડ, હોંગકોંહ, પાપા ન્યૂ ગિનીયા, નેધરલેન્ડ, યૂએઈ અને નેપાલ સાથે થશે. આ ક્વોલિફાયર ટૂર્નામેન્ટ 25 માર્ચ સુધી ચાલશે. 



ક્યારે, કેમ અને ક્યાં જોઇ શકો છો મેચ
આ ક્વોલિફાયરમાંથી માત્ર 10 મેચોનું પાંચ મહાદ્વિપોના 200 દેશોમાં પ્રસારણ આઈસીસી ગ્લોબલ મીડિયા રાઇટ્સ પાર્ટનર સ્ટાર સ્પોર્ટસ અને અન્ય સત્તાવાર પ્રસારણ કરશે. તેમાંથી ચાર મેચનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આ મેચોને ઓનલાઇન પણ જોઇ શકાય છે. આ મેચોની કોમેન્ટ્રી ઇયાન બિશપ, મેપૂમેલે મોબાંગા, લીજા સ્થેલેકર, દીપદાસગુપ્તા, ફજીર મોહમ્મદ, માર્ક બાઉચર અને ડર્ક નેનેસને સામેલ કરવામાં આવ્યા છે. 


ચાર માર્ચથી બંન્ને ગ્રુપના મેચ શરૂ થશે જે 12 માર્ચ સુધી ચાલશે. ત્યારબાદ 15 માર્ચથી સુપર સિક્સ મેચ શરૂ થશે જે 23 માર્ચ સુધી ચાલશે. 15 માર્ચથી પ્લેઓફ મેચ પણ રમાશે જે 17 માર્ચ સુધી ચાલશે જેમાં 7,8,9 અને 10માં સ્થાનના નિર્ણય કરતા મેચ પણ રમાશે. ફાઇનલ 25 માર્ચે રમાસે. તમામ મેચ સ્થાનિક સમય અનુસાર સવારે 9.30 કલાકે શરૂ થશે.