શ્રીયમ નેશનલ TMTને મેન્યુફેક્ચરિંગમાં શ્રેષ્ઠ ગુણવત્તા માટે CMના હસ્તે એવોર્ડ એનાયત કરાયો

દેશમાં અનેક કંપનીઓ સ્ટીલ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી રહી છે, પરંતુ શ્રીયમ નેશનલ TMTને મેન્યુફેક્ચરિંગમાં શ્રેષ્ઠ ગુણવત્તા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કંપનીને કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0 માં સન્માનિત કરવામાં આવી છે.

શ્રીયમ નેશનલ TMTને મેન્યુફેક્ચરિંગમાં શ્રેષ્ઠ ગુણવત્તા માટે CMના હસ્તે એવોર્ડ એનાયત કરાયો

અમદાવાદ, 18 ઓક્ટોબર: સ્ટીલ ઉદ્યોગમાં અગ્રણી સ્થાન ધરાવતી શ્રીયમ નેશનલ ટીએમટીને મંગળવારે અમદાવાદમાં આયોજિત પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0 માં 'એક્સિલન્સ ઇન મેન્યુફેક્ચરિંગ- લાર્જ કોર્પોરેશન્સ' કેટગરીમાં સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ ચેરમેન વિશેષ શાહરા અને મેનેજિંગ ડિરેક્ટર દેવેશ ખંડેલવાલ દ્વારા સ્વીકાર કરાયો હતો. કચ્છ મિત્ર અને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશના અગ્રણી ઉદ્યોગપતિયોંના યોગદાનનું સન્માન કરવામાં આવ્યું છે.

ગેસ્ટ ઓફ ઓનર તરીકે વિશેષ નેતાઓ હાજર
કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલા ભવ્ય એવોર્ડ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂત, સંસદીય બાબતોના પ્રધાન પ્રફુલ પાનશેરિયા, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, IFFCOના અધ્યક્ષ દિલીપ સંઘાણી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ગેસ્ટ ઓફ ઓનર તરીકે વિશેષ હાજર રહ્યા હતા.

No description available.

કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના સન્માનિત મહેમાનોએ પણ એવોર્ડ આપતી વખતે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

કંપની અદ્યતન તકનીકનો કરે છે ઉપયોગ 
શ્રીયમ નેશનલ ટીએમટીએ FE 550 અને FE 550D સહિત શ્રેષ્ઠ-ગુણવત્તાવાળા TMT બારની શ્રેણી સાથે સ્ટીલ ઉદ્યોગમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. કંપની પોતાના 200 એકરમાં ફેલાયેલા અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટમાં આયર્ન ઓરમાંથી ટીએમટી ઉત્પાદન કરવા માટે જાણીતી છે. કંપની લેડલ રિફાઇનિંગ ફર્નેસ (LRF) અને બ્લોક મિલ (રોલિંગ મિલ) જેવી અદ્યતન તકનીકનો ઉપયોગ કરે છે. આ ઇનોવેશન્સને કારણે કંપનીના પ્રોડક્ટ્સની ગુણવત્તા ઇન્ટરનેશનલ કક્ષાની છે.

કંપની કરી રહી છે સમગ્ર ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ
કંપની સસ્ટેનેબિલિટી તેમજ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા અને ઇકો-ફ્રેન્ડલી બાંધકામ સોલ્યુશન્સમાં યોગદાન આપવા માટે પણ સમર્પિત છે. શ્રીયમ નેશનલ ટીએમટી પોતાના ઉદ્યોગની સાથે-સાથે કચ્છમાં રોજગાર સર્જન, સીએસઆર પહેલ અને મજબૂત સમુદાય સંબંધો દ્વારા વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શ્રીયમ નેશનલ ટીએમટી એક મજબૂત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને એથિકલ બિઝનેસ પ્રેક્ટિસ સાથે સમગ્ર ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરી રહી છે જે તેની પ્રતિષ્ઠામાં સતત વધારો કરે છે.

પર્યાવરણ પ્રત્યે કંપનીની ઉચ્ચ કક્ષાની કામગીરી
શ્રીયમ નેશનલ ટીએમટી બાર્સે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ 2023 પણ મેળવ્યો છે. આ એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે કંપની ગુજરાતની પ્રથમ ગ્રીન પ્રો સર્ટિફાઇડ કંપની બની હતી, જેને CII-ગ્રીન પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જે કંપનીની પર્યાવરણ પ્રત્યેની ઉચ્ચ કક્ષાની નિસ્બતને પ્રદર્શિત કરે છે.

 

Disclaimer- (This article is part of IndiaDotCom Pvt Lt’s sponsored feature, a paid publication programme. IDPL claims no editorial involvement and assumes no responsibility or liability for any errors or omissions in the content of the article.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news