World Cup 2019: શાકિબ અલ હસને કહ્યું, ભારતને હરાવવા સક્ષમ છે બાંગ્લાદેશ
શાકિબે કહ્યું, `ભારત ટોપની ટીમ છે, જે વિશ્વકપ ટાઇટલની દાવેદાર છે. અમારી માટે આ મેચ આસાન રહેશે નહીં. અમારી પાસે અનુભવ છે જેનાથી મદદ મળશે.
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનને હરાવીને બાંગ્લાદેશે સેમીફાઇનલની દોડમાં પોતાની આશા જીવંત રાખી છે. બાંગ્લાદેશનો આગામી મુકાબલો ભારત સામે થશે. આ મેચને લઈને બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને કહ્યું કે, તેની ટીમ ભારતને હરાવવા સક્ષમ છે. અમારે ભારત વિરુદ્ધ અપસેટ અને સેમીફાઇનલની દોડમાં બની રહેવા માટે અમારૂ બેસ્ટ આપવું પડશે. મહત્વનું છે કે શાકિબે અફઘાનિસ્તાન વિરુદ્ધ અડધી સદી ફટકારી અને પાંચ વિકેટ હાસિલ કરી હતી. આ જીતની સાથે બાંગ્લાદેશની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાન પર પહોંચી ગઈ છે. બાંગ્લાદેશે સેમીફાઇનલમાં પહોંચવા માટે બાકીની બંન્ને મેચમાં વિજય મેળવવો પડશે.
શાકિબે કહ્યું, 'ભારત ટોપની ટીમ છે, જે વિશ્વકપ ટાઇટલની દાવેદાર છે. અમારી માટે આ મેચ આસાન રહેશે નહીં. અમારી પાસે અનુભવ છે જેનાથી મદદ મળશે. ભારતની પાસે એવા વર્લ્ડ ક્લાસ ખેલાડી છે, જે મેચ જીતાવી શકે છે. અમે અમારૂ બેસ્ટ પ્રદર્શન કરીને ભારતને હરાવી શકીએ અને મારૂ માનવું છે કે અમે તે કરવા સક્ષમ છીએ. મહત્વનું છે કે આ પહેલા વિશ્વ કપ 2015ના ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશની ટીમે ભારતને સારી ટક્કર આપી હતી. આ પહેલા 2007મા બાંગ્લાદેશ વિશ્વકપમાં ભારતને હરાવી ચુક્યુ છે.'
ભારત સામે હાર બાદ આત્મહત્યા કરવા ઈચ્છતો હતોઃ પાક કોચ આર્થર
હકીકતમાં આ વિશ્વકપમાં નંબર ચાર માટે હાલમાં ચાર ટીમ દોડમાં સામેલ છે. તેમાં ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકા સામેલ છે. આ બધાએ સેમીફાઇનલમાં પહોંચવા માટે બાકીની તમામ મેચ જીતવી પડશે. બાંગ્લાદેશની ટીમ આ વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેવામાં તેની સેમીફાઇનલમાં પહોંચવાની આશા કરી શકાય છે.