World Cup 2019: વેસ્ટ ઈન્ડિઝે જાહેર કર્યુ 10 રિઝર્વ ખેલાડીઓનું લિસ્ટ, બ્રાવો, પોલાર્ડ સામેલ
વેસ્ટ ઈન્ડિઝે વિશ્વ કપ માટે 10 સ્ટેન્ડ બાય ખેલાડીઓની યાદી જાહેર કરી છે. જેમાં ડ્વેન બ્રાવો અને કીરન પોલાર્ડને સ્થાન આપવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI)એ શનિવારે આગામી વિશ્વ કપ માટે પોતાના રિઝર્વ ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 10 ક્રિકેટરોના નામ સામેલ છે. જેમાં ડ્વેન બ્રાવો અને કીરન પોલાર્ડનું નામ પણ સામેલ છે. વિશ્વ કપનો પ્રારંભ 30 મેથી થવાનો છે. આ વખતે વિશ્વ કપ ઈંગ્લેન્ડ અન્ડ વેલ્સમાં રમાશે.
સીડબ્લ્યૂઆઈની સિલેક્શન કમિટીના વચગાળાના ચેરમેન રોબર્ટ હાઇન્સે કહ્યું, જે ખેલાડીઓને યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે કે અમારી જરૂરીયાત પૂરી કરી છે. જો કોઈ રિપ્લેસમેન્ટની જરૂર પડે છે તો આ ખેલાડીઓને સામેલ કરીને ટીમને બેલેન્સ બનાવી શકાય છે. જે ખેલાડીઓને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે, તે અનુભવી અને મજબૂત ખેલાડી છે. આ સિવાય કેટલાક યુવા ખેલાડી છે. 19-23 મે વચ્ચે સાઉથમ્પ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ ટ્રેનિંગ કેમ્પના માધ્યમથી વિશ્વ કપની તૈયારીને મજબૂત કરશે. 22 મેએ વેસ્ટ ઈન્ડિઝ સાઉથમ્પ્ટનમાં જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રેક્ટિસ મેચ રમશે.
વેસ્ટ ઈન્ડિઝની 15 સભ્યોની ટીમની જાહેરાત પહેલા કરવામાં આવી હતી, જેમાં પોલાર્ડને બહાર રાખવામાં આવ્યો હતો. 10 રિઝર્વ ખેલાડીઓની યાદીઃ સુનીલ એમ્બ્રિસ, ડ્વેન બ્રાવો, જોન કૈમ્પબેલ, જોનાથન કાર્ટર, રોસ્ટન ચેઝ, શેન ડોરિચ, કીમો પોલ, કૈરી પીયરે, રેમન રીફર, કીરન પોલાર્ડ.
જાણો ભારતીય સમયાનુસાર વિશ્વકપનો સંપૂર્ણ કાર્યક્રમ
વેસ્ટઈન્ડિઝની 15 સભ્યોની વિશ્વ કપ ટીમઃ જેસન હોલ્ડર (કેપ્ટન), આંદ્રે રસેલ, એશ્લે નર્સ, કાર્લોસ બ્રૈથવેટ, ક્રિસ ગેલ, ડૈરેન બ્રાવો, એવિન લુઇસ, ફૈબિયન એલેન, કીમર રોચ, નિકોલસ પૂરન, ઓશાને થોમસ, શાઈ હોપ, શૈનન ગૈબ્રિયલ, શેલ્ડન કોટરેલ, શિમરોન હેટમાયર. વેસ્ટ ઈન્ડિઝ વિશ્વ કપમાં 31 મેએ પાકિસ્તાન વિરુદ્ધ રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે.