નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં ઈજાથી પરેશાન ભારતીય ટીમ માટે સારા સમાચાર છે. ઓલરાઉન્ડર વિજય શંકરને ગંભીર ઈજા નથી અને તે રમવા માટે ફિટ છે. બીસીસીઆઈએ ગુરૂવાજે સાંજે છ કલાકે (ભારતીય સમયાનુસાર) ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. બીસીસીઆઈએ વિજય શંકરની બેટિંગનો વીડિયો પણ શેર કર્યો છે. ભારતે વિશ્વકપમાં આગામી મેચ શનિવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમ વિશ્વકપમાં ઈજાથી પરેશાન છે. શિખર ધવન તો વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે. ભુવનેશ્વર કુમાર ફિઝિયોની દેખરેખમાં છે. તે ભારત માટે આગામી ત્રણ મેચ રમી શકશે નહીં. આ વચ્ચે ગુરૂવારે વિજય શંકરની ઈજાના સમાચાર આવ્યા હતા. 


મોહસિન ખાને પીસીબી ક્રિકેટ સમિતિના પ્રમુખ પદ પરથી આપ્યું રાજીનામું


વિજય શંકરે વિશ્વકપમાં અત્યાર સુધી એક મેચ રમી છે. તેણે પાકિસ્તાન વિરુદ્ધ મહત્વની મેચમાં બે વિકેટ ઝડપી હતી અને 15 રન પણ બનાવ્યા હતા. મહત્વનું છે કે, શિખર ધવન વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે અને તેના સ્થાને રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.