close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

મોહસિન ખાને પીસીબી ક્રિકેટ સમિતિના પ્રમુખ પદ પરથી આપ્યું રાજીનામું

પૂર્વ ટેસ્ટ ક્રિકેટર મોહસિન ખાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ક્રિકેટ સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે.   

Updated: Jun 20, 2019, 07:59 PM IST
મોહસિન ખાને પીસીબી ક્રિકેટ સમિતિના પ્રમુખ પદ પરથી આપ્યું રાજીનામું

કરાચીઃ પૂર્વ ટેસ્ટ ક્રિકેટર મોહસિન ખાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ક્રિકેટ સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સમિતિએ વિશ્વ કપ સહિત છેલ્લા ત્રણ વર્ષોમાં પાકિસ્તાનના પ્રદર્શનની સમીક્ષા કરવાની છે. 

પીસીબીએ ગુરુવારે જણાવ્યું કે, મોહસિને પીસીબીના અધ્યક્ષ અહસાન મનીને વિનંતી કરી કે તેમને આ પદ પરથી મુક્ય કરવામાં આવે અને હવે આ સમિતિની આગેવાની વસીમ ખાન કરશે, જે બોર્ડમાં ડાયરેક્ટર છે. આ સમિતિની રચના પાછલા વર્ષે ઓક્ટોબરમાં થયો હતો પરંતુ અત્યાર સુધી તે નિષ્ક્રિય હતી. 

આઈસીસી વિશ્વ કપમાં ભારત સામે કારમો પરાજય થયા બાદ સમિતિને છેલ્લા ક્રણ વર્ષ દરમિયાન ટીમના પ્રદર્શનની સમીક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. મનીએ કહ્યું, મોહસિન જેવા કદના વ્યક્તિ જવાથી હંમેશા મુશ્કેલી થાય છે પરંતુ અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ. હું તેમના યોગદાન માટે આભારી છું અને ભવિષ્ય માટે શુભકામનાઓ આપુ છું. 

વાંચો ક્રિકેટના અન્ય મહત્વના સમાચાર