સાઉથૈમ્પટનઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ પહેલા વિરાટ કોહલીની ઈજાથી ચિંતિત ભારતીય ક્રિકેટપ્રેમિઓ માટે રાહતના સમાચાર છે. ટીમ મેનેજમેન્ટના સૂત્રો પ્રમાણે ભારતીય કેપ્ટનની ઈજા ગંભીર નથી. વિરાટ કોહલીને શનિવારે અંગૂઠામાં ઈજા થઈ હતી. ભારતે વિશ્વ કપમાં પોતાની પ્રથમ મેચ પાંચ જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમવાની છે. આ કારણે વિરાટને ઈજાને લઈને ભારતીય ક્રિકેટપ્રેમિઓ ચિંતામાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીને શનિવારે ટ્રેનિંગ સત્ર દરમિયાન અંગૂઠા પર આઇસ પેક લગાવીને મેદાન બહાર જતો દેખાયો હતો. પરંતુ ટીમ સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર ભારતીય કેપ્ટનની ઈજા ગંભીર નથી. તે બુધવારે દક્ષિણ આફ્રિકાનો સામનો કરવા માટે તૈયાર છે. આ પહેલા ભારતીય ટીમના ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટે તેની સ્થિતિની જાણકારી મેળવી હતી. 



તાહિર 100 વનડે મેચ રમનાર દક્ષિણ આફ્રિકાનો બીજો સ્પિનર બન્યો 


ભારતે બે દિવસ બાદ વિશ્વકપમાં પોતાની પ્રથમ મેચ રમવાની છે. ટીમ મેનેજમેન્ટને આશા છે કે કેપ્ટન વિરાટ મુકાબલા પહેલા ફિટ થશે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા રમાયેલી બે પ્રેક્ટિસ મેચોમાં ભારતે એકમાં જીત તો એકમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હાર બાદ ભારતીય ટીમે બાંગ્લાદેશને પરાજય આપ્યો હતો. મહત્વનું છે કે, ભારતીય ટીમ અત્યાર સુધી બે વખત 1983 અને 2011માં વિશ્વ ચેમ્પિયન બની ચુકી છે. આ વખતે પણ ભારત ટાઇટલના પ્રબલ દાવેદાર તરીકે વિશ્વકપમાં પહોંચ્યું છે.