તાહિર 100 વનડે મેચ રમનાર દક્ષિણ આફ્રિકાનો બીજો સ્પિનર બન્યો
નિકી બોએ બાદ ઇમરાન તાહિર 100 વનડે રમનાર બીજો દક્ષિણ આફ્રિકી સ્પિનર બની ગયો છે.
Trending Photos
લંડનઃ સાઉથ આફ્રિકાનો ઇમરાન તાહિર રવિવારે બાંગ્લાદેશ વિરુદ્ધ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ મુકાબલામાં મેદાન પર ઉતરતા જ 100 એકદિવસીય રમનાર પોતાના દેશનો બીજો સ્પિનર બની ગયો છે. તાહિર પહેલા માત્ર નિકી બોએ જ એવો સ્પિનર રહ્યો છે જેણે આફ્રિકા માટે 100થી વધુ વનડે મેચ રમી છે.
ચાલીસ વર્ષીય તાહિર હાલના વિશ્વકપમાં રમનાર સૌથી વધુ મોટી ઉંમરનો ખેલાડી છે. પાકિસ્તાનના લાહોરમાં જન્મેલા તાહિરે 1998માં અન્ડર-19 વિશ્વ કપમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું પરંતુ ત્યારબાદ તે આફ્રિકા જઈને વસી ગયો હતો.
તાહિરે મેચ પહેલા કહ્યું, ''આ શાનદાર અનુભૂતિ છે. મેં મારી પ્રથમ વનડે મેચ 2011 વિશ્વકપમાં રમી હતી અને પાછળ વળીને જોઉં તો મારી યાત્રા શાનદાર રહી છે. એકદિવસીયમાં 31ની સ્ટ્રાઇક રેટથી 164 વિકેટ ઝડપનાર તાહિરે કહ્યું, હંમેશા આ મારૂ સપનું હતું પરંતુ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે સાઉથ આફ્રિકા માટે 100 મેચ રમીશ.
તાહિર સૌથી ઓછા મેચોમાં 100 વિકેટ ઝડપનાર દક્ષિણ આફ્રિકી બોલર છે. તેના નામે એકદિવસીય મેચમાં સાઉથ આફ્રિકા તરફથી સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ છે. તેણે 15 જૂન 2016ના વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 45 રન આપીને સાત વિકેટ ઝડપી હતી. તાહિરે આ સાથે ગુરૂવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન મેચ દરમિયાન કોઈપણ વિશ્વકપમાં પ્રથમ ઓવર ફેંકનાર સ્પિનર બન્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે