નોટિંઘમઃ આઈસીસી વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ ગુરૂવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટ્રેન્ટ બ્રિઝમાં ટકરાશે. આ મેચમાં વરસાદ વિઘ્ન પાડી શકે છે. હવામાન  વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે ગુરૂવારે બપોર બાદ વરસાદની સંભાવના ઓછી છે અને તેવામાં ઓછી ઓવરોની મેચ રમાઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને સ્થાનિક હવામાન વિભાગે લોકો માટે એક ચેતવણી જાહેર કરી છે. સ્થાનિક વેબસાઇટ 'નોટિંઘમપોસ્ટ'ના અહેવાલ પ્રમાણે, 'આ સપ્તાહના  મોટા ભાગના સમય માટે નોટિંઘમ ક્ષેત્રમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.' નોટિંઘમના સ્થાનિક હવામાન પૂર્વાનુમાન પ્રમાણે બુધવારે સાંજે સાત કલાક સુધી ભારે વરસાદની આગાહી છે. વેબસાઇટ પ્રમાણે, 'ગુરૂવારે બપોર સુધી હળવો વરસાદ થઈ શકે છે. આ દરમિયાન વધુમાં વધુ તાપમાન 13 અને ઓછામાં ઓછું તાપમાન 10થી 11 ડિગ્રી રહેવાની સંભાવના છે.'


વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈજાગ્રસ્ત શિખર ધવન ત્રણ સપ્તાહ માટે બહાર


મહત્વનું છે કે વેસ્ટ ઈન્ડિઝ અને આફ્રિકા વચ્ચે સોમવારે નોટિંઘમમાં રમાનારી વિશ્વકપની લીગ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. જેથી બંન્ને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો હતો. વરસાદને કારણે માત્ર 7.3 ઓવરની રમત શક્ય બની હતી. જેમાં આફ્રિકાએ 2 વિકેટ ગુમાવી 29 રન બનાવ્યા હતા.