વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈજાગ્રસ્ત શિખર ધવન ત્રણ સપ્તાહ માટે બહાર
રવિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતના નાયક રહેલા ધવનને ફાસ્ટ બોલર નાથન કૂલ્ટર નાઇલના ઉછળતા બોલ પર ઈજા થઈ હતી. પરંતુ તેણે પોતાની ઈનિંગ ચાલુ રાખી અને 109 બોલમાં 117 રન ફટકાર્યા હતા.
Trending Photos
લંડનઃ વિશ્વકપ-2019ની બીજી મેચમાં સદી ફટકારીને લય હાસિલ કરી ચુકેલા શિખર ધવન પાસેથી ટીમ ઈન્ડિયાને ટૂર્નામેન્ટમાં મોટી આશાઓ હતી. પરંતુ ભારતીય ફેન્સ માટે સારા સમાચાર નથી. ગબ્બરના ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર છે. જેના કારણે તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. ધવન હવે ત્રણ સપ્તાહ સુધી કોઈ મેચ રમી શકશે નહીં. એટલે કે 13 જૂને ન્યૂઝીલેન્ડ અને 16 જૂને પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતના નાયક રહેલા ધવનને ફાસ્ટ બોલર નાથન કૂલ્ટર નાઇલના ઉછળતા બોલ પર ઈજા થઈ હતી. પરંતુ તેણે પોતાની ઈનિંગ ચાલુ રાખી અને 109 બોલમાં 117 રન ફટકાર્યા હતા.
ત્યારબાદ ધવન ઈજાને કારણે ફીલ્ડિંગથી દૂર રહ્યો અને તેના સ્થાન પર જાડેજાએ 50 ઓવર ફીલ્ડ પર પસાર કરી હતી. ધવનના અંગૂઠામાં ફ્રેક્ચર છે. નોટિંધમમાં સ્કેન બાદ આ જાણકારી મળી ચે. તેના સ્થાને કેએલ રાહુલ ટીમ ઈન્ડિયા તરફથી ઈનિંગની શરૂઆત કરી શકે છે.
શિખર ધવને આઈસીસી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શિખર ધવને 2015ના વિશ્વકપમાં 51.50ની એવરેજથી 412 રન બનાવ્યા હતા, જેમાં બે સદી સામેલ હતી. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી (2013-2017)માં પણ ધવનનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેણે 77.88ની એવરેજથી ત્રણ સદી સાથે 701 રન બનાવ્યા હતા.
વિશ્વ કપ-2019માં ટીમ ઈન્ડિયાની બાકી મેચ
3. ભારત vs ન્યૂઝીલેન્ડ, ટ્રેન્ટ બ્રિજ - 13 જૂન
4. ભારત vs પાકિસ્તાન, ઓલ્ડ ટ્રૈફોર્ડ - 16 જૂન
5. ભારત vs અફગાનિસ્તાન, સાઉથેમ્પ્ટન - 22 જૂન
6 ભારત vs વેસ્ટ ઈન્ડિઝ, ઓલ્ડ ટ્રૈફોર્ડ - 27 જૂન
7. ભારત vs ઈંગ્લેન્ડ, એઝબેસ્ટન - 30 જૂન
8. ભારત vs બાંગ્લાદેશ, એઝબેસ્ટન - 2 જુલાઈ
9. ભારત vs શ્રીલંકા, લીડ્સ - 6 જુલાઈ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે