નવી દિલ્હીઃ વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઈજાગ્રસ્ત ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનના વિકલ્પ તરીકે ઈંગ્લેન્ડ રવાના થઈ ગયો છે. ધવન પરંતુ ઈંગ્લેન્ડમાં રહેશે અને બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે. બીસીસીઆઈએ પંતને ઈંગ્લેન્ડ જવા માટે લીલીઝંડી આપી દીધી છે. પંત ટીમ ઈન્ડિયા સાથે જોડાયા બાદ પ્રેક્ટિસ શરૂ કરી દેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ કપ માટે જ્યારે ટીમ પસંદ કરવામાં આવી હતી ત્યારે પસંદગીકારોએ પંતને નજરઅંદાજ કર્યો હતો અને દિનેશ કાર્તિકને પસંદ કર્યો હતો. 21 વર્ષના આ ખેલાડી શરૂઆતી પ્લેઇંગ ઇલેવનમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં કારણ કે ધવન પર અંતિમ નિર્ણય લીધા બાદ પંતને તક મળવાની સંભાવના બનશે. અહેવાલ પ્રમાણે ભારતીય ટીમ મેનેજમેન્ટ ધવનની ઈજા સાથે જોડાયેલો રિપોર્ટ આઈસીસી ટેક્નિકલ ટીમને સોંપશે. ત્યારબાદ રિપ્લેસમેન્ટની વિનંતી કરવામાં આવશે. 


રિષભ પંત બુધવારે નોટિંઘમ પહોંચશે. તે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી મેચના એક દિવસ પહેતા ત્યાં પહોંચી રહ્યો છે, પરંતુ જ્યાં સુધી ટીમ મેનેજમેન્ટ ધવનની બાકી ટૂર્નામેન્ટમાં ઉપલબ્ધતાને લઈને અંતિમ નિર્ણય ન કરી શકે ત્યાં સુધી પંતને તેના બદલે 15 સભ્યોની ટીમમાં સામેલ ન કરી શકાય. 


ઈંગ્લેન્ડના પ્રવાસે આવેલા બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆીને કહ્યું, 'ટીમ મેનેજમેન્ટના આગ્રહ પર રિષભ પંતને કવર તરીકે ભારતથી બોલાવવમાં આવ્યો છે. પંતે છેલ્લા એક વર્ષમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. તેણે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચોમાં સદી પણ ફટકારી છે. સુનીલ ગાવસ્કર સહિત ઘણા પૂર્વ ખેલાડીઓએ પણ ધવનના ફિટ ન થવા પર તેના સ્થાને પંતને ટીમમાં સામેલ કરવાની વાત કરી હતી.'


શિખર ધવનને હેરલાઇન ફ્રેક્ચર, હજુ રિપ્લેસમેન્ટ નહીં, એક સપ્તાહ દેખરેખમાં રહેશે

રિષભ પંતે ટીમ ઈન્ડિયા તરફથી અત્યાર સુધી 5 વનડે મેચ રમી છે. આ વખતે આઈપીએલમાં તેણે દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા 37.53ની એવરેજથી 488 રન બનાવ્યા, જેમાં ત્રણ અડધી સદી સામેલ હતી. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 162.66ની રહી હતી. 


ધવનને અંગૂઠામાં ફ્રેક્ચર હોવાને કારણે તે ત્રણ સપ્તાહ માટે મેદાનથી દૂર રહી શકે છે. તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વિરુદ્ધ તે મેદાનમાં ઉતરી શકશે નહીં. 


બીસીસીઆઈએ કહ્યું, ધવન આ સમયે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં છે. ટીમ મેનેજમેન્ટે નિર્ણય લીધો છે કે ધવન ઈંગ્લેન્ડમાં જ રહેશે અને તેની ઈજા પર નજર રાખવામાં આવશે. ધવનની ડાબા હાથની તર્જરી અને અંગૂઠાની વચ્ચે ઈજા છે.