નવી દિલ્હીઃ વિશ્વ કપ ટૂર્નામેન્ટમાં ભારત-બાંગ્લાદેશ મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ 92 બોલમાં શાનદાર 104 રન ફટકાર્યા હતા. તેણે મેચ દરમિયાન 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ તેનાથી અલગ આ મેચમાં કંઇક એવું થયું જેથી રોહિતની દરિયાદિલીની ખૂબ ચર્ચા થઈ રહી છે. 


હકીકતમાં રોહિતે મેચ દરમિયાન એક સિક્સ ફટકારી તો બોલ જઈને સીધો મીના નામની એક ભારતીય ફેનને વાગ્યો. મેચ પૂરી થયા બાદ રોહિતને જ્યારે તેની જાણકારી મળી તોતે મીનાની પાસે પહોંચ્યો અને તેની ખબર પૂછી. એટલું જ નહીં રોહિતે તેને પોતાની ઓટોગ્રાફ કરેલી કેપ ભેટમાં આપી. રોહિતે થોડી મસ્તી કરતા મીનાને કેચ પકડવાની રીત જણાવતો પણ દેખાયો જેથી ભવિષ્યમાં ફરી આવી દુર્ઘટનાનો શિકાર ન થાય. આ બધાથી મીના ખૂબ ખુશ જોવા મળી હતી. 


પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ કે ઈંગ્લેન્ડ, વિશ્વકપ સેમિફાઇનલમાં કોની સામે ટકરાશે ભારત? સમજો ગણિત