પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ કે ઈંગ્લેન્ડ, વિશ્વકપ સેમિફાઇનલમાં કોની સામે ટકરાશે ભારત? સમજો ગણિત

વિશ્વકપ 2019ની સેમિફાઇનલમાં ભારત પહોંચી ગયું છે. હવે બધાની નજર તેના પર છે કે ભારત સેમિફાઇનલમાં કોની સામે રમશે. અહીં પાકિસ્તાન, ઈંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડ સામે ટક્કરની શક્યતા. 
 

પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ કે ઈંગ્લેન્ડ, વિશ્વકપ સેમિફાઇનલમાં કોની સામે ટકરાશે ભારત? સમજો ગણિત

નવી દિલ્હીઃ બાંગ્લાદેશને હરાવીને ટીમ ઈન્ડિયા વિશ્વકપની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે બધાની નજર તે વાત પર છે કે ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં કઈ ટીમ સામે ટકરાશે. તે પહેલા સમજો કે સેમિફાઇનલના મુકાબલા કઈ રીતે નક્કી થશે. તેમાં ટૂર્નામેન્ટમાં પ્રથમ સ્થાને રહેલી ટીમની મેચ નંબર 4 પર રહેનારી ટીમ સામે થશે જ્યારે નંબર-2 પર રહેનારી ટીમ નંબર-3ની ટીમ સામે ટકરાશે. 

સેમિફાઇનલમાં ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા કોઈ તક નથી
ભારત હાલમાં પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. ભારત પોતાની છેલ્લી મેચ શ્રીલંકા વિરુદ્ધ રમશે. જો ટીમ ઈન્ડિયા તે મેચ જીતે અને ઓસ્ટ્રેલિયા પોતાની છેલ્લી મેચ આફ્રિકા સામે હારી જાય તો ભારત 15 પોઈન્ટ સાથે નંબર-1 પર રહેશે. જો અંતિમ મેચ ભારત જીતે અને ઓસ્ટ્રેલિયા હારે તો પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિમાં ટક્કર થશે નહીં. સેમિફાઇનલમાં ભારતની મેચ બાકી 2 ટીમો સામે થઈ શકે છે. તેના માટે ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન દાવેદાર છે. અહીં સમજો પૂરુ ગણિત કે કઈ સ્થિતિમાં ભારત સેમિફાઇનલમાં કોની સામે ટકરાશે. 

જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ

ન્યૂઝીલેન્ડ સામે ક્યારે ટક્કર
સીન-1
સેમિફાઇનલમાં ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની ટક્કરના 2 સીન છે. પ્રથમ તે કે ભારત જો નંબર વન પર ફિનિશ કરે અને ન્યૂઝીલેન્ડ નંબર-4 પર. એટલે કે ન્યૂઝીલેન્ડ અંતિમ મેચમાં ઈંગ્લેન્ડ સામે હારી જાય તો ઈંગ્લેન્ડ નંબર-3 પર રહેશે. બીજીતરફ પાકિસ્તાન બાંગ્લાદેશ સામે પોતાની છેલ્લી મેચ હારી જાય તો તેના માત્ર 9 પોઈન્ટ રહેશે અને તે બહાર થઈ જશે. આ સાથે તે બાંગ્લાદેશ સામે મોટા અંતરથી ન જીતી શકે તો પણ નેટ રનરેટને કારણે ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાને રહેશે. 

સીન-2
ભારત જો નંબર-1ની જગ્યાએ નંબર 2 પર ફિનિશ કરે છે ત્યારે પણ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટક્કર થઈ શકે છે. ન્યૂઝીલેન્ડની અંતિમ મેચ ઈંગ્લેન્ડ સામે છે. જો અહીં ન્યૂઝીલેન્ડ જીતે તો 13 પોઈન્ટ મેળવીને તે ત્રીજા સ્થાને રહેશે. આ સ્થિતિમાં તેનો મુકાબલો નંબર બે ટીમ સાથે થશે જે ભારત હશે. 

ઈંગ્લેન્ડ સામે ક્યારે ટક્કર
સીન-1
આ ત્યારે સંભવ છે જ્યારે ભારત નંબર વન પર ફિનિશ કરે અને ઈંગ્લેન્ડ નંબર 4 પર અથવા ભારત નંબર 2 અને ઈંગ્લેન્ડ નંબર 3 પર ફિનિશ કરે. બંન્ને સ્થિતિ શક્ય છે. પ્રથમ સીન તે છે- જો ઈંગ્લેન્ડ અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારી જાય અને પાકિસ્તાન પણ પોતાની છેલ્લી મેચ બાંગ્લાદેશ સામે હારે. આ સ્થિતિમાં ઈંગ્લેન્ડ 10 પોઈન્ટની સાથે ચાર પર ફિનિશ કરશે અને ભારત સામે ટક્કર થશે. તો પાકિસ્તાન બહાર થઈ જશે. 

સીન-2
જો ભારત બીજા નંબર પર ફિનિશ કરે છે ત્યારે પણ સેમિમાં તે ઈંગ્લેન્ડ સામે ટકરાઈ શકે. આ ત્યારે બને જ્યારે ઈંગ્લેન્ડ પોતાનો અંતિમ મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે જીતે તો તે 12 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર ફિનિશ કરશે. તેવામાં તેનો મુકાબલો બીજા નંબર પર રહેલી ટીમ સામે થશે. 

પાકિસ્તાન સામે ક્યારે ટક્કર
પાકિસ્તાનની પાસે પણ નંબર ત્રણ સુધી પહોંચવાનો વિકલ્પ નથી. હાલમાં તેના 9 પોઈન્ટ છે. અંતિમ મેચ જીતે તો 11 પોઈન્ટ થશે. તે સેમિફાઇનલની ચોથી ટીમ બની શકે છે. આ સ્થિતિમાં ભારત પોતાનો અંતિમ મુકાબલો જીતીને પ્રથમ સ્થાન પર રહે ત્યારે તેનો સામનો પાકિસ્તાન સામે થશે. ભારત જો બીજા ક્રમે ફિનિશ કરે તો પાકિસ્તાનની સેમિમાં એન્ટ્રી બાદ પણ ભારતની ટક્કર પાક સામે થશે નહીં કારણ કે પાક ચોથા ક્રમે પહોંચી શકે, ત્રીજા પર નહીં. 

પરંતુ ચોથા સ્થાન પર ખતમ કરવા માટે પાકિસ્તાને બાંગ્લાદેશ સામે મોટા અંતરથી જીત મેળવવી પડશે. જો ઈંગ્લેન્ડ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડના મુકાબલામાં કીવીની ટીમ જીતે તો ઈંગ્લેન્ડના 10 પોઈન્ટ રહેશે. આ સ્થિતિમાં તે બાંગ્લાદેશને હરાવી 11 પોઈન્ટ સાથે સેમિફાઇનલમાં પહોંચી શકે છે. જો ઈંગ્લેન્ડ જીતશે તો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડના 11-11 પોઈન્ટ જશે. આ સ્થિતિમાં પાકે બાંગ્લાદેશ સામે મોટો વિજય મેળવવો પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news