નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ અફરીદીએ પોતાની વિશ્વ કપ ઇલેવન ટીમ પસંદ કરી છે. આ ટીમમાં ભારતનો માત્ર એક ક્રિકેટર સામેલ છે. અફરીદીની આ ટીમથી ભારતીય ફેન્સ નાખુશ પણ હોઈ શકે છે. આઈસીસી વિશ્વ કપના પ્રારંભમાં હવે એક મહિના કરતા ઓછો સમય બાકી છે. 30 મેએ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચની સાથે વિશ્વ કપનો પ્રારંભ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહિદ અફરીદીની ઓલ-ટાઇમ વર્લ્ડ કપ XI ટીમ (Shahid Afridi’s all-time World Cup XI): સઈદ અનવર, એડમ ગિલક્રિસ્ટ, રિકી પોન્ટિંગ, વિરાટ કોહલી, ઇંઝમામ ઉલ હક, જેક કાલિસ, વસીમ અકરમ, ગ્લેન મેક્ગ્રા, શેન વોર્ન, શોએબ અખ્તર, શકલૈન મુશ્તાક. 


આ ટીમમાં પાંચ ખેલાડી પાકિસ્તાનના છે, જ્યારે ચાર ઓસ્ટ્રેલિયાના એક આફ્રિકા અને એક ભારતનો. અફરીદીની ટીમમાં ભારત તરફથી ન તો સચિનનું નામ છે અને ન તો મહેન્દ્ર સિંહ ધોનીનું. ધોનીએ 2011માં પોતાની આગેવાનીમાં ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. જ્યારે સચિન તેંડુલકરનો રેકોર્ડ વિશ્વ કપમાં શાનદાર રહ્યો છે.  


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર