નવી દિલ્હીઃ શું વિશ્વ ક્રિકેટને મહેન્દ્ર સિંહ ધોનીનો વિકલ્પ મળી ગયો છે? ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરનું તો કંઈક આવું જ માનવું છે. તેમના મતે દુનિયાને ધોનીનું સ્થાન લેનારો સર્વશ્રેષ્ઠ ફિનીશર મળી ચૂક્યો છે. લેન્ગરે કહ્યું છે કે, ઈંગ્લેન્ડનો વિકેટકીપર અને બેટ્સમેન એવો જોસ બટલર ક્રિકેટની દુનિયાનો નવો એમ.એસ. ધોની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ICC World Cupમાં મંગળવારે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (Australia vs England)ની મેચ રમાવાની છે. આ મેચના સંદર્ભમાં વાત કરતા લંગરે જણાવ્યું કે, "જોસ બટલર અવિશ્વસનીય ખેલાડી છે. મને તેની બેટિંગ જોવાનું ખુબ જ ગમે છે. તે વિશ્વ ક્રિકેટનો નવો ધોની છે."


લેંગરે કહી એક નવી જ વાત
ઓસ્ટ્રેલિયાના કોચ લેંગરે આ સાથે જ જોસ બટલર અંગે એક નવી આગાહી પણ કરી છે. લેંગરનું માનવું છે કે, જોસ બટલર ઓસ્ટ્રેલિયા સામે ચાલશે નહીં અને મંગલવારની મેચમાં તે શૂન્ય રને આઉટ થઈ જશે. લેંગરે કહ્યું કે, બટલર અવિસ્વનીય એથલીટ અને સર્વશ્રેષ્ઠ ફિનીશર છે. 


ICC World Cup : કેપ્ટન સરફરાઝે કર્યું એવું કંઈક કે માફી માગવા લાગ્યા પાકિસ્તાની Fans


જસ્ટિન લેંગરે વધુમાં જણાવ્યું કે, "ઈંગ્લેન્ડની ટીમ મજબૂત છે, તેમની બેટિંગ ધારદાર છે અને તેનો સામનો કરવા માટે અમારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. હું ઈંગ્લેન્ડ સામેની મેચની રાહ જોઈ રહ્યો છે અને તેમાં પણ લોર્ડ્સનો મુકાલબો અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે."


ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડનો આ ઓલઆઉન્ડર ખેલાડી બટલર વર્તમાન આઈસીસી વર્લ્ડ કપમાં 6 મેચમાં 6 મેચમાં 197 રન બનાવી ચૂક્યો છે, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. 


વર્તમાન વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અત્યારે 6 મેચમાંથી 5 મેચમાં વિજય મેળવીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 6 મેચમાં 8 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. પ્રથમ સ્થાને 11 પોઈન્ટ સાથે ન્યૂઝિલેન્ડની ટીમ ચે અને ભારતની ટીમ 9 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. 


જૂઓ LIVE TV....


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....