ICC World Cup : કેપ્ટન સરફરાઝે કર્યું એવું કંઈક કે માફી માગવા લાગ્યા પાકિસ્તાની Fans
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ (ICC Cricket World Cup 2019)માં ખરાબ શરૂઆત પછી પાકિસ્તાની ક્રિકેટરોએ ટીકાનો સામનો કરવો પડ્યો હતો
Trending Photos
નવી દિલ્હી : આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ (ICC Cricket World Cup 2019)માં ખરાબ શરૂઆત પછી પાકિસ્તાની ક્રિકેટરોએ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયામાં લોકોએ હદ પાર કરી દીધી હતી અને ખેલાડીઓને અપશબ્દ કહ્યા હતા. આ પછી પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદ (Sarfaraz Ahmed) મામલે શોએબ મલિકે કહ્યું હતું કે તેઓ હારે તો ટીકા થાય તો વાંધો નહીં પણ ગાળો ન આપવી જોઈએ. જોકે તેમની આ અપીલની કોઈ અસર નહોતી થઈ. જોકે પાકિસ્તાન મેચ જીત્યું તો લોકોના દિલ પીગળી ગયા હતા. હવે લોકો સરફરાઝને સોરી કહી રહ્યા છે. પાકિસ્તાનની દક્ષિણ આફ્રિકા સામેની જીત પછી લોકો હવે સોશિયલ મીડિયા પર સરફરાઝની માફી માગી રહ્યા છે.
નોંધનીય છે કે આઈસીસી વિશ્વકપ-2019ની 30મી મેચમાં પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને 49 રને પરાજય આપીને પોતાની સેમીફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 308 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આફ્રિકાની ટીમ રન બનાવી 50 ઓવરમાં 9 વિકેટે 259 રન બનાવી શકી હતી.
પાકિસ્તાનનો આ ટૂર્નામેન્ટમાં બીજો વિજય છે. તેના કુલ 5 પોઈન્ટ થઈ ગયા છે અને તે ટેબલમાં સાતમાં સ્થાને પહોંચી ગયું છે. તેની હજુ ત્રણ મેચ બાકી છે અને સેમીફાઇનલની આશા જીવંત છે. દક્ષિણ આફ્રિકાનો આ સાતમી મેચમાં પાંચમો પરાજય છે. તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આફ્રિકાએ માત્ર એક મેચમાં જીત મેળવી છે અને તે ત્રણ પોઈન્ટ સાથે ટેબલમાં નવમાં સ્થાને છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે