નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં શિખર  ધવનની ઈજાથી મોટો ઘાવ ટીમ ઈન્ડિયાને લાગ્યો છે. તેનાથી ન માત્ર ટીમની ઓપનિંગ પ્રભાવિત થઈ છે પરંતુ મિડલ ઓર્ડરમાં પણ પ્રશ્ન ઉભો થયો છે. હવે તેના બદલે નવા કોમ્બિનેશનની સાથે ટીમ ઈન્ડિયા ગુરૂવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઉતરશે. ટીમ ઈન્ડિયાએ હજુ જાહેર કર્યું નથી કે ધવના સ્થાને કોણ ઓપનિંગ કરશે અને કોણ મિડલ ઓર્ડરમાં. મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. આ કારણે લગભગ ટીમે પોતાના પત્તા ખોલ્યા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ બંન્ને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય છે. જ્યાં વિરાટ બ્રિગેડે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાને હરાવ્યું છે. તો ન્યૂઝીલેન્ડે પણ પોતાની ત્રણેય મેચ જીતી છે. પરંતુ તેમ કહી શકાય કે આ ન્યૂઝીલેન્ડની પહેલી મોટી મેચ હશે. આ પહેલા તેણે  નબળી ગણાતી ત્રણેય ટીમો શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનને પરાજય આપ્યો છે. 


વિશ્વ કપમાં 8મી વખત ટકરાશે ભારત-ન્યૂઝીલેન્ડ
જો વિશ્વ કપના ઈતિહાસની વાત કરીએ તો  ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો અત્યાર સુધી સાત વખત આમને-સામને થી છે, ચાર મુકાબલામાં કીવીનો  તો ત્રણમાં ભારતનો વિજય થયો છે. એટલે કે રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે રહ્યો છે. પરંતુ ટીમ ઈન્ડિયા ત્રણ મહિના પહેલા કીવીને તેના ઘરમાં હરાવીને આવી છે. 


પ્રથમવાર ઉતરશે રોહિત-રાહુલની ઓપનિંગ જોડી
શિખર ધવન ઈજાગ્રસ્ત થતાં તેના સ્થાને કેએલ રાહુલ ઓપનિંગ કરશે તે નક્કી છે. એટલે કે રોહિત શર્મા નવા ઓપનિંગ જોડીદારની સાથે મેદાનમાં ઉતરશે. બંન્ને પ્રથમ વખત વનડેમાં ઓપનિંગ કરશે. આ સમયે બંન્ને ખેલાડીઓ ફોર્મમાં છે. 


નંબર-4ની રેસમાં વિજય શંકર આગળ
હવે સમસ્યા નંબર-4ની છે. કેપ્ટન વિરાટની સામે વિકલ્પના રૂપમાં વિજય શંકર અને દિનેશ કાર્તિક છે. કેદાર પણ વિકલ્પ હોઈ શકે છે. પરંતુ આ ત્રણેયના ચોથા નંબર પર આંકડા ખાસ નથી. વિજય શંકરે ચોથા નંબર પર બેટિંગ કરી છે. જાધવે નંબર ચાર પર રમતા 3 ઈનિંગમાં 18 રન બનાવ્યા છે. કાર્તિકે ચોથા સ્થાન પર 18 ઈનિંગમાં 416 રન બનાવ્યા છે. હાલ તો નંબર-4ની રેસમાં વિજય શંકર સૌથી આગળ છે. મેચના એક દિવસ પહેલા નેટ સેશનમાં વિજય શંકર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. 


મેચમાં આવી શકે છે વરસાદ
ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો ટ્રેન્ટ બ્રિજમાં રમાવાનો છે. અહીં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ છે. ગુરૂવારે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેવામાં ટીમ ઈન્ડિયા પોતાની પ્લેઇંગ ઈલેવનમાં એક વધારાનો ફાસ્ટ બોલર સામેલ કરી શકે છે. સંભાવના છે કે કુલદીપના સ્થાન પર શમીને તક મળે. 


ટ્રેન્ટ બોલ્ટથી રહેવું પડશે સાવધાન
ભારતીય ટીમ ભલે સારા ફોર્મમાં છે પરંતુ તેણે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરોથી સાવધાન રહેવું પડશે. ભારતને પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડે પરાજય આપ્યો હતો. ત્યારે બોલ્ટે ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા હતા. તેણે ચાર વિકેટ ઝડપી હતી અને કીવી ટીમે વિજય મેળવ્યો હતો. ગુરૂવારે વાદળો છવાયેલા રહી શકે છે. તેવામાં બોલ્ટ વધુ ખતરનાક થઈ શકે છે. ભારતે આ મેચ જીતવી હોય તો બોલ્ટ એન્ડ કંપનીનો સામનો કરવો પડશે. શરૂઆતમાં તેની સામે વિકેટ બચાવીને રાખવી પડશે.