અનોખો ટી-20 મેચઃ 20 રન, 10 વિકેટ અને 11.5 ઓવરમાં પૂરી થઈ મેચ
મલેશિયાએ મ્યાનમારને પ્રથમ બેટિંગ કરાવનું આમંત્રણ આપ્યું હતું. મ્યાંનમારની સ્થિતિ ખરાબ હતી.
નવી દિલ્હીઃ આ મેચમાં કુલ 20 રન બનાવ્યા. 11.5 ઓવર બોલિંગ થઈ. આ બધુ થયું આઈસીસી વર્લ્ડ ટી20 એશિયા રીઝન્સ ક્વોલિફાયર્સના ગ્રુપ-બીના મેચમાં. મેર રમાઈ હતી મંગળવારે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં.
મલેશિયાએ મ્યાનમારને પ્રથમ બેટિંગ કરાવનું આમંત્રણ આપ્યું હતું. મ્યાનમારની સ્થિતિ ખરાબ હતી. 10.1 ઓવરમાં 9 રનના સ્કોર પર તેના 8 બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ વરસાદ આવતા મેર રોકાઈ હતી. ડાબા હાથના સ્પિનર પવનદીપ સિંહે મ્યાંનમારના પાંચ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. પોતાની ચાર ઓવમરાં તેણે માત્ર એક જ રન આવ્યો. મ્યાનમાર તરપથી તમામ રન સિંગલ્સ બન્યા હતા. તેના છ બેટ્સમેનો તો ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયા હતા.
વરસાદ બાદ જ્યારે બીજીવાર મેચ શરૂ થયો તો ડલવર્થ-લુઈસ-સ્ટર્ન નિયમ અનુસાર મલેશિયાને 8 ઓવમરાં 6 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેની શરૂઆત પણ સારી ન રહી અને તેના બંન્ને ઓપનિંગ બેટ્સમેન પ્રથમ બોલ પર આઉટ થઈ ગયા. તેની વિકેટ પિયાંગ દનુએ ઝડપી હતી.
ત્યારબાદ સુહાન અલાગર્થમને મેચની એકમાત્ર બાઉન્ટ્રી (સિક્સ) મલેશિયાને 1.4 ઓવમરાં 8 વિકેટે જીત અપાવી દીધી હતી.