લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ એક્ઝિક્યુટિવ વસીમ ખાને તે અહેવાલોને નકાર્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે પાકિસ્તાને ટી20 એશિયા કપના પોતાના આયોજનના અધિકારને છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે ધમકી આપી કે જો ભારત એશિયા કપ રમવા માટે નહીં આવે તો પાકિસ્તાન પણ 2021માં ભારતમાં રમાનારા ટી20 વિશ્વકપમાં ભાગ લેવાનો ઇનકાર કરી દેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ પાકિસ્તાનમાં ટી20  સિરીઝ અને બે આઈસીસી ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપની મેચો માટે પોતાની ટીમને ત્રણ તબક્કામાં મોકલવા માટે રાજી થયા બાદ, તે સમાચાર આવવા લાગ્યા હતા કે પાકિસ્તાને સપ્ટેમ્બરમાં રમાનારા એશિયા કપના પોતાના આયોજનના અધિકાર બાંગ્લાદેશને આપી દીધા છે. 


વસીમે પાકિસ્તાન અખબાર ડોન સાથે વાતચીતમાં કહ્યું, 'આયોજન સ્થળમાં ફેરફાર પીસીબી કે આઈસીસીનો વિશેષાધિકાર નથી કારણ કે તેના પર કોઈ નિર્ણય એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) જ લી શકે છે.'


પરંતુ ખાને સ્વીકાર્યું કે, ભારતની સાથે તણાવને કારણે પાકિસ્તાન એશિયા કપની યજમાની માટે બે સ્થાનો પર વિચાર કરી રહ્યું છે. ભારતે 2008થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી જ્યારે તેણે રાજકીય અને રાજદ્વારી સંબંધોને કારણે 2007થી પાકિસ્તાનની સાથે પૂર્ણ દ્વિપક્ષીય સિરીઝ રમી નથી. પાકિસ્તાને સીમિત ઓવરોની સિરીઝ માટે 2012માં ભારતનો પ્રવાસ કર્યો હતો. 


ઈંગ્લેન્ડે ટેસ્ટમાં 5 લાખ રન બનાવીને રચ્ચો ઈતિહાસ, જાણો ટીમ ઈન્ડિયા કેટલી પાછળ 


ક્રિકેટ નિષ્ણાંતોનું માનવું છે કે એશિયા કપની યજમાનીમાં પાકિસ્તાન માટે મુખ્ય વિઘ્ન તે હશે કે શું ભારત સુરક્ષાને કારણે અહીં રમવા માટે સહમત થશે. તેમણે કહ્યું, 'જો ભારત એશિયા કપ માટે પાકિસ્તાન નહીં આવે તો અમે પણ 2021માં ત્યાં રમાનારા ટી20 વિશ્વકપ માટે જશું નહીં.'


પાછલા સપ્તાહે તે સમાચાર આવ્યા હતા કે બીસીસીઆઈએ પાકિસ્તાનમાં ન રમવાના પોતાના વલણમાં કોઈ ફેરફાર કર્યો નથી અને આ કારણે પાકિસ્તાન પાસેથી યજમાની છીનવાઇ શકે છે. 


પાકિસ્તાનમાં પાછલા વર્ષે ટેસ્ટ ક્રિકેટ પરત ફર્યું છે. ઘણા સમય બાદ ડિસેમ્બરમાં શ્રીલંકાની ટીમ ત્યાં ટેસ્ટ સિરીઝ રમવા ગઈ હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર