જો 2021માં ન રમાઇ તો રદ્દ થશે ઓલિમ્પિક ગેમ્સઃ સીનિયર આઈઓસી અધિકારી
અધિકારીએ કહ્યું કે, આ પ્રકારના મોટા આયોજનોને વારંવાર સ્થગિત કરવા મુશ્કેલ છે કારણ કે તેમાં ઘણા પૈસા લાગે છે અને હજારો લોકો જોડાયેલા હોય છે.
બ્રસેલ્સઃ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઈઓસી) સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ટોક્યો ઓલિમ્પિક જો 2021માં નક્કી કરેલી તારીખ પર ન યોજાઇ તો તેને રદ્દ કરવામાં આવશે. આઈઓસીની કો-આર્ડિનેશન કમિટીના ચેરમેન પિએરે ઓલિવર બેકર્સ-વિયુજાંટ ઓલિવરે કહ્યુ કે, આ વાતને લઈને આશાવાદી છે કે રમત આગામી વર્ષે 23 જુલાઈએ શરૂ થઈ જશે.
ઓલિવરે સાથે કહ્યુ કે, આ સ્તરની ટૂર્નામેન્ટને એકવાર વધુ સ્થગિત કરવી અસંભવ છે. તેમણે બેલ્જિયમના અખબાર એલ-એવેનીરને કહ્યુ, આજે દરેક તે વાતને લઈને આશાવાદી છે કે, રમત 2021માં થઈ શકશે બાકી નહીં થાય.
ન્યૂઝીલેન્ડમાં 13 જૂનથી સુપર રગ્બી લીગ, દર્શકોની હાજરીમાં શરૂ થનાર પ્રથમ પ્રોફેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ
તેમણે કહ્યુ, આ પ્રકારના પ્રોજેક્ટને વારંવાર સ્થગિત કરવા મુશ્કેલ છે કારણ કે તેમાં ઘણા પૈસાનો ખર્ચ થાય છે અને હજારો લોકો જોડાયેલા હોય છે. આ વાતને આઈઓસી અધ્યક્ષ થોમસ બાક પણ પહેલા કરી ચુક્યા છે કે ઓલિમ્પિક 2021માં 23 જુલાઈથી 8 ઓગસ્ટ વચ્ચે ન યોજાઇ તો પછી તેના આયોજનને લઈને કોઈ બીજો પ્લાન નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube