ન્યૂઝીલેન્ડમાં 13 જૂનથી સુપર રગ્બી લીગ, દર્શકોની હાજરીમાં શરૂ થનાર પ્રથમ પ્રોફેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ


ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની પાંચ રગ્બી ટીમ આગામી 10 સપ્તાહમાં એકબીજા વિરુદ્ધ હોમ અને અવે મેચ રમશે. આ વિશ્વની પ્રથમ પ્રોફેશનલ લીગ હશે, જેમાં દર્શકોને સ્ટેડિયમમાં જનાવી મંજૂરી મળી છે. 
 

ન્યૂઝીલેન્ડમાં 13 જૂનથી સુપર રગ્બી લીગ, દર્શકોની હાજરીમાં શરૂ થનાર પ્રથમ પ્રોફેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ

વેલિંગટનઃ ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસને કારણે લોકોને ભેગા થવા પર લાગેલો પ્રતિબંધ સોમવારે રાતથી હટાવી લેવામાં આવ્યો છે. હવે લોકો સ્ટેડિયમમાં જઈને મેચની મજા માણી શકશે. તેની શરૂઆત સુપર રગ્બી લીગથી થશે. તેના મુકાબલા 13 જૂનથી શરૂ થશે. પ્રથમ મેચ ડ્યૂનેડિનમા હાઇલેન્ડર્સ અને ચીફ વચ્ચે રમાશે. આ મુકાબલામાં 25 હજાર દર્શકો હાજર રહેવાની આશા છે. 

ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની પાંચ રગ્બી ટીમ આગામી 10 સપ્તાહમાં એકબીજા વિરુદ્ધ હોમ અને અવે મેચ રમશે. આ વિશ્વની પ્રથમ પ્રોફેશનલ લીગ હશે, જેમાં દર્શકોને સ્ટેડિયમમાં જનાવી મંજૂરી મળી છે. 

ફેન્સની હાજરીમાં રમવા તૈયારઃ ન્યૂઝીલેન્ડ રગ્બી
ન્યૂઝીલેન્ડ રગ્બીના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક રોબિનસને કહ્યુ, આ ગર્વની વાત છે કે અમે પ્રથમ પ્રોફેશનલ સ્પોર્ટ લીગ છીએ, જેમાં સામેલ ટીમો ફેન્સની હાજરીમાં રમશે. 

We'll have crowds for Investec #SuperRugbyAotearoa from Round 1⃣ 👉🏽 https://t.co/cZeOEA296u pic.twitter.com/JeQgBfcMkg

— Super Rugby (@SuperRugbyNZ) June 8, 2020

ફેન્સ સોશિયલ ડિસ્ટેન્સિંગ વગર મેચ જોઈ શકશે
ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસને કાબુ કરી લેવામાં આવ્યો છે. દેશમાં છેલ્લા 17 દિવસથી કોરોનાનો કોઈ નવો મામલો સામે આવ્યો નથી. પ્રધાનમંત્રી જેસિન્ડા અર્નડે સોમવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, સોમવારે અડધી રાતથી એલર્ટ લેવલ-1 રહેશે.આ રીતે જાહેર કાર્યક્રમોની મંજૂરી હશે, તેમાં ખેલ ગતિવિધિઓ પણ સામેલ છે. ફેન્સ સોશિયલ ડિસ્ટેન્સિંગ વગર સ્ટેડિયમમાં મેચ જોઈ શકશે, છતાં ઘણી સાવધાની રાખવી પડશે. 

જાહેર કાર્યક્રમમાં આવનાર લોકોનો ડેટાબેસ તૈયાર થશે
તેમણે જણાવ્યું કે, અમે કોવિડ 19ને લઈને ટિકિટ વેંચનારી અને મોટી ઈવેન્ટનું આયોજન કરતી એજન્સીઓના સંપર્કમા છીએ. તેની મદદથી મોટા આયોજનોમાં ભેગા થનાર લોકોના ફોન નંબર અને એડ્રેસનો ડેટાબેસ રાખવામાં આવશે જેથી જરૂર પડવા સમયે કોન્ટેક્ટ ટ્રેસિંગમાં તેનો ઉપયોગ કરી શકાય. 

સચિન તેંડુલકરે ફેન્સને આપી ફિટનેસ ટિપ્સ, દોરડા કૂદતા શેર કર્યો VIDEO  

હાલમાં અમને લાગી રહ્યું છે કે અમે એવી સ્થિતિમાં પહોંચી ગયા છીએ, જ્યાં કોરોના ફરી દેશમાં ફેલાશે નહીં. પરંતુ રમત કે મોટા જાહેર આયોજનોમાં જો એક કેસ પણ સામે આવી જાય છે તો અમારે મોટા સ્તર પર કોન્ટ્રાક્સ ટ્રેસિંગ કરવા પડશે. તેથી તેમાં અમને ડેટાબેઝ મદદ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news