નવી દિલ્હીઃ આઈઆઈટી મદ્રાસના પ્રોફેસરે પોતાના વિદ્યાર્થીઓને પશ્ન પત્રમાં ધોની સાથે જોડાયેલો એક સવાલ પૂછ્યો હતો. પ્રશ્ન પત્રમાં સવાલ હતો કે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ આઈપીએલના પ્રથમ ક્વોલિફાયર મેચમાં ટોસ જીત્યા બાદ શું કરવું જોઈએ? આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ડ પર આ પ્રશ્ન પત્રનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. 


ડે-નાઇટ મેચમાં પિચના વ્યવહારને લઈને કર્યો સવાલ
આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર વિગ્નેશ મુથુવિજયને વિદ્યાર્થીઓને પૂછ્યું, 'દિવસ-રાતની રમતમાં ઝાકળની ભૂમિકા હોય છે.' ફીલ્ડમાં ઝાકળ બોલ ભીનો કરી દે છે, જેના કારણે સ્પિનરો માટે ભીનો બોલ પકડવો અને સ્પિન કરાવવો મુશ્કેલ થઈ જાય છે. તો ફાસ્ટ બોલરો માટે યોગ્ય લેંથ પર બોલિંગ કરવી પણ મુશ્કેલ થઈ જાય છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર