Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આતુર છે. તમામ ટીમોને સમજાવ્યા બાદ ટીમ ઈન્ડિયાને બોલાવવા માટે પીસીબીએ કોશિશ કરી રહી હતી. ક્યારેક સુરક્ષાને લઈને વિવિધ વાયદાઓ કરવામાં આવ્યા તો ક્યારેક અન્ય ટીમોનો હવાલો આપ્યો. પરંતુ હવે કિસ્મતનો પાસો એવો  બદલાયો કે અન્ય ટીમો પણ પાકિસ્તાન પ્રવાસને લઈને પરેશાન થવા લાગી છે. ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને પૂર્વ પીએમ ઈમરાન ખાનના સમર્થકોએ હંગામો મચાવ્યો હતો, જેની અસર રમત જગતમાં પણ જોવા મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકા ક્રિકેટ બોર્ડ આવ્યું એક્શનમાં
શ્રીલંકા ક્રિકેટ બોર્ડ ઈસ્લામાબાદમાં થયેલ હંગામા પથી એક્શનમાં જોવા મળી છે. શ્રીલંકા Aની ટીમ પાકિસ્તાનમાં 50 ઓવરની સિરીઝ માટે પાકિસ્તાનના પ્રવાસ પર હતી, જેને પરત બોલાવી લેવામાં આવી છે. હવે પ્રશ્ન ચેમ્પિયન્સ ટ્રોફી પર છે જેની તૈયારીઓમાં પાકિસ્તાન હાલ પણ વ્યસ્ત જોવા મળે છે. દંગોએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર પણ ટૂર્નામેન્ટની યજમાનીને લઈને પ્રશ્નાર્થ ચિન્હ છોડી દીધા છે. આજતકના એક રિપોર્ટ મુજબ અન્ય ટીમો પણ પાકિસ્તાનના પ્રવાસથી દૂર રહી શકે છે.


ICC રેન્કિંગના સિંહાસન પર ભારતના ખેલાડીઓનો દબદબો! બુમરાહ, જયસ્વાલ અને કોહલીને ફાયદો


ટૂંક સમયમાં જાહેર કરશે ICC શિડ્યુલ 
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને PCB અને BCCI વચ્ચે મહિનાઓથી તણાવ જોવા મળી રહ્યો છે. બન્ને બોર્ડ પોતપોતાની જીદ પર અડગ જોવા મળી રહ્યા છે. પરંતુ ICCએ હજુ સુધી હોસ્ટિંગ મુદ્દે કોઈ સ્ટેન્ડ લીધું ન હતું. પરંતુ તાજેતરમાં એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, 29 નવેમ્બરના રોજ ICC ચેમ્પિયન્સ ટ્રોફીના કાર્યક્રમ માટે એક વિશેષ બેઠક યોજશે. આવી સ્થિતિમાં આગામી સપ્તાહ સુધીમાં શિડ્યુલ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.


ચેમ્પિયન્સ ટ્રોફી ક્યાં યોજાશે?
પાકિસ્તાને ટી20 વર્લ્ડ કપ 2024 પછી જ ડ્રાફ્ટ શેડ્યૂલ આઈસીસીને આપ્યું હતું. પરંતુ હાલમાં તેના પર ICCનો સ્ટેમ્પ લગાવવામાં આવ્યો નથી. થોડા દિવસો પહેલા મીડિયા રિપોર્ટ અનુસાર જો પાકિસ્તાન હોસ્ટિંગ રાઇટ્સ છોડી દે છે, તો ચેમ્પિયન્સ ટ્રોફી દક્ષિણ આફ્રિકામાં યોજાઈ શકે છે.