ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન (Pakistan PM Imran Khan) વિશે એક ચોંકાવનારો દાવો કરવામા આવી રહ્યો છે. પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર સરફરાઝ નવાઝે દાવો કર્યો કે ઇમરાન ખાન ડ્રગ્સ લેતા હતા. સરફરાઝનો દાવો છે કે તેમણે 1987મા ઇમરાન ખાનને ઘણીવાર ડ્રગ્સ લેતા જોયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાવો ખોટો તો ઇમરાન કરે કાયદાકીય કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે 1970 અને 1980ના દાયકાના અંતમાં નવાઝ અને ઇમરાન પાકિસ્તાનના મુખ્ય ફાસ્ટ બોલર હતા. બંન્નેએ સાથે ઘણી મેચ રમી છે. સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં સરફરાઝ ઇમરાન ખાન વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં જણાવી રહ્યાં છે કે કઈ રીતે ઇમરાન ખાનને ડ્રગની લત હતી. સરફરાઝ વીડિયોમા કહે છે જો તેમનો દાવો ખોટો હોય તો ઇમરાન ખાન તેમને કોર્ટમાં લઈ જાય. 


ભાંગ પણ ખાતા હતા ઇમરાન
1987ની એક ઘટનાને યાદ કરતા સરફરાઝે કહ્યુ, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ દરમિયાન જ્યારે ઇમરાન સારૂ પ્રદર્શન કરી રહ્યા નહતા તો તેમણે ઇસ્લામાબાદમાં ઘરે જઈને ડ્રગ્સનું સેવન કર્યુ હતુ. સરફરાઝ કહે છે તે (ઇમરાન ખા) વારંવાર કંઈ સુંઘતા હતા. આ સિવાય ભાંગનું સેવન કરતા હતા. 


IPL 2020 SRH vs MI: હૈદરાબાદ જીતશે તો પ્લેઓફમાં પહોંચશે, આજે મુંબઈ સામે ટક્કર 


ઘર લીધી હતી કોકીન
સરફરાઝે દાવો કર્યો છે, ઇમરાન ખાને આવુ લંડનમાં અને મારા ઘર પર પણ કર્યુ હતુ. 1987મા જ્યારે પાકિસ્તાને ક્રિકેટ મેચમાં ઈંગ્લેન્ડનો સામનો કર્યો હતો અને તે સારી બોલિંગ ન કરી શક્યા ત્યારબાદ તે મોહસિન ખાન, અબ્દુલ કાદિર, સલીમ મલિકની સાથે ઇસ્લામાબાદમાં મારા ઘરે આવ્યા હતા. આ દરમિયાન ઇમરાને ભોજન કર્યું ચરસ લીધું. તેઓ કોકીનનું પણ સેવન કરતા હતા. લંડનમાં તેઓ વારંવાર કંઈક સુંઘી રહ્યા હતા. 


આમનો-સામનો કરવા તૈયાર
સરફરાઝે પોતાના દાવાને 100 ટકા સાચો ગણાવતા કહ્યુ, ઇમરાનને મારી સામે લાવો. શું કે આ વાતોને ઠુકરાવી શકશે? આ હરકતોનો હું એકલો સાક્ષી નથી, લંડનમાં ઘણા લોકો છે. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર