નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાની ટીમનો લેગ સ્પિનર ઇમરાન તાહિર 2019 ક્રિકેટ વિશ્વકપમાં ભાગ લેનારો સૌથી મોટી ઉંમરનો ખેલાડી હશે. આઈપીએલ સિઝન 12માં 26 વિકેટ ઝડપીને પર્પલ કેપ જીતનાર ઇમરાન તાહિર વિશ્વ કપમાં સાઉથ આફ્રિકાનું સૌથી મોટું હથિયાર હશે. 40 વર્ષીય ઇમરાન તાહિર હાલ આઈસીસી વનડે રેન્કિંગમાં વિશ્વનો ચોથા નંબરનો બોલર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

27 માર્ચ 1979ના જન્મેલો ઇમરાન તાહિર જમણા હાથનો લેગ બ્રેક બોલર છે અને તે વિશ્વના સર્વશ્રેષ્ઠ કાંડાના સ્પિનરોમાં સામેલ છે. ઇમરાન તાહિર 2019 વિશ્વ કપ બાદ ક્રિકેટને અલવિદા કહી દેશે. ઇમરાન તાહિરનો જન્મ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તે પાકિસ્તાની મૂળનો આફ્રિકી ક્રિકેટર છે. 


ઇમરાન તાહિરની પ્રોફાયલ


1. ઉંમર- 40 વર્ષ


2. પ્લેઇંગ રોલ- લેગ બ્રેક બોલર


3. - જમણેરી બેટ્સમેન


4. જમણા હાથથી લેગ બ્રેક ગૂગલી


5. ઓવરઓલ વનડે આંતરરાષ્ટ્રીયમાં પ્રદર્શન - ઇમરાન તાહિરે સાઉથ આફ્રિકા માટે અત્યાર સુધી 98 વનડે મેચોમાં 162 વિકેટ ઝડપી છે. તેમાં ત્રણ વખત એક ઈનિંગમાં પાંચ વિકેટ પણ સામેલ છે. વનડે મેચોમાં તેનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન 45 રન આપીને 7 વિકેટ રહ્યું છે. તાહિરે 98 વનડે મેચોમાં 146 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર 29 રન રહ્યો છે. 


6. વર્લ્ડ કપ- આ પહેલા ઇમરાન તાહિર બે વિશ્વકપમાં રમ્યો છે. 2011 અને 2015 ક્રિકેટ વિશ્વ કપ રમી ચુકેલા તાહિરનો આ ત્રીજો વિશ્વ કપ હશે. સાઉથ આફ્રિકી ક્રિકેટ ટીમ માટે આ લેગ સ્પિનર વિશ્વ કપ 2019માં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. 


7. ક્રિકેટ કરિયરની શરૂઆત- ઇમરાન તાહિરે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 24 ફેબ્રુઆરી 2011ના રમાયેલી વિશ્વ કપ મેચ દરમિયાન પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. આ મેચમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા 10 ઓવરમાં 41 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. 


(આ આંકડા 2019 વિશ્વ કપ પહેલા સુધીના છે.)



ઈંગ્લેન્ડનો સૌથી ખરતનાક ખેલાડી છે બટલરઃ પોન્ટિંગ