ઈંગ્લેન્ડનો સૌથી ખતરનાક ખેલાડી છે બટલરઃ પોન્ટિંગ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને આ દિવસોમાં કાંગારૂ ટીમના સહાયક કોચ રિકી પોન્ટિંગનું માનવું છે કે ઈંગ્લેન્ડનો જોસ બટલર આ વિશ્વ કપમાં સૌથી ખતરનાક ખેલાડી સાબિત થશે. 
 

ઈંગ્લેન્ડનો સૌથી ખતરનાક ખેલાડી છે બટલરઃ પોન્ટિંગ

મેલબોર્નઃ ઈંગ્લેન્ડની 15 સભ્યોની વિશ્વ કપ ટીમમાં ઘણા મેચ વિનર છે પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું માનવું છે કે જોસ બટલર તેનો સૌથી ખતરનાક ખેલાડી હશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટ પર જારી વીડિયોમાં પોન્ટિંગે કહ્યું, ઈંગ્લેન્ડ માટે ખતરનાક ખેલાડી બટલર હશે. મેં છેલ્લા બે ત્રણ વર્ષમાં તેને નિખરતો જોયો છે. ત્રણ ચાર સિઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સની સાથે મેં તેને કોચિંગ આપ્યું હતું. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના ઉભરવાની શરૂઆત હતી. 

તેમણે કહ્યું, 'છેલ્લા 12 થી 18 મહિનામાં ટી20, વનડે અને ટેસ્ટમાં તેણે ઈંગ્લેન્ડ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.' જોસ બટલર ઈંગ્લેન્ડ ટીમનો ખતરનાક ખેલાડી હશે. તે મેદાનમાં 360 ડિગ્રી શોટ્સ રમે છે અને તેની બેટિંગ જોવા લાયક હોય છે. 

બટલર સિવાય ઈંગ્લેન્ડની પાસે કેપ્ટન ઇયોન મોર્ગન, જોની બેયરસ્ટો, જો રૂટ, બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર જેવા મેચ વિનર છે. બે વખતના વિશ્વ વિજેતા કેપ્ટને કહ્યું કે, બેટિંગમાં ઉંડાણ ઈંગ્લેન્ડને વિશ્વ કપના પ્રબળ દાવેદારોમાં રાખે છે. 

તેમણે કહ્યું, ઈંગ્લેન્ડની વનડે ટીમની તાકાત તેની બેટિંગ છે. તેનું ટોપ ક્રમ ઘણું મજબૂત છે. નિચલા ક્રમ પર આવનારા ઓલરાઉન્ડર પણ શાનદાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news