3 Match Winner Players Not Played Single Match In IPL 2022: 26 માર્ચ 2022 ના રોજ ઇન્ડિયન પ્રીમિયર લિગ 2022 ની શરૂઆત થઈ હતી. જો કે, આ અત્યાર સુધીમાં આ સીઝનની અડધી મેચો પૂર્ણ થઈ ગઈ છે. આ સીઝનમાં એવા પણ ખેલાડીઓ છે જેમને અત્યાર સુધી પ્લેઇનિંગ ઇલેવનમાં એક પણ મેચ રમવા માટે સામેલ કરવામાં આવ્યા નથી અને જો આ ખેલાડીઓને તક મળે તો તેઓ મેચ જીત માટે ટીમમાં મોટું યોગદાન આપી શકે છે એવા 3 ખેલાડીઓ અમે તમને જણાવી રહ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેકેઆરનો ઓલરાઉન્ડર મોહમ્મદ નબી
આપીએલ 2022 ની આ સીઝનમાં કેકેઆર છેલ્લી ચાર મેચમાં હાર સાથે પોઈન્ટ ટેબલમાં ધીરે ધીરે પાછળ ધકેલાઈ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સની સ્ક્વોર્ડમાં અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ નબીને સામેલ કરવામાં આવ્યો છે. જે પોતાના દમ પર ઘણી મેચ જીતી ચૂક્યો છે.


પરંતુ આ સીઝનમાં નબીને એકપણ મેચ રમવા માટે તક મળી નથી. મોહમ્મદ નબી T20 નિષ્ણાત ખેલાડી છે. તેણે અત્યાર સુધીમાં T20 ઇન્ટરનેશનલમાં 87 મેચ રમી છે. જેમાં તેણે 23 ની સરેરાશથી 1517 રન બનાવ્યા છે અને 74 વિકેટ લીધી છે.


મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ, CM ઉદ્ધવ ઠાકરેને કહ્યા નવા દાઉદ


દિલ્હી કેપિટલ્સનો ધમાલ મચાવતો યશ ધુલ
દિલ્હી કેપિટલ્સની સ્ક્વોર્ડમાં યશ ધુલને સામેલ કરવામાં આવ્યો છે. અંડર 19 વર્લ્ડ કપ 2022 માં ભારતની જીતથી યશ ધુલ ચર્ચામાં છે. અંડર 19 વર્લ્ડ કપ બાદ રણજી ટ્રોફીમાં દિલ્હી તરફથી રમતા યશ ધુલે પહેલી જ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારી ધમાલ મચાવી હતી. આ સીઝનમાં યશ દિલ્હી કેપિટલ્સનો ભાગ તો છે પરંતુ હજુ સુધી તેને એકપણ મેચ રમવા માટે તક આપવામાં આવી નથી.


સુપર સ્ટાર યશે ફેન્સને કર્યા આશ્ચર્યચકિત, સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો


સનરાઈઝર્સ હૈદરાબાદનો ગ્લેન ફિલિપ્સ
આઇપીએલ 2022 ની આ સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ગ્લેન ફિલિપ્સને 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ન્યૂઝીલેન્ડનો વિકેટકીપર બેટ્સમેન ગ્લેન ફિલિપ્સ 25 વર્ષનો છે. તેની પાસે 163 T20 મેચ રમવાનો અનુભવ છે, પરંતુ આઇપીએલની આ સીઝનમાં તેને હજુ સુધી એકપણ તક મળી નથી. ફિલિપ્સે T20 માં 4321 રન બનાવ્યા છે જેમાં 4 સદી અને 27 અર્ધસદી સામેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube