Hanuman Chalisa Row: મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ, CM ઉદ્ધવ ઠાકરેને કહ્યા નવા દાઉદ

Hanuman Chalisa Row: ભાજપ નેતા નિતેશ રાણાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું કે, મુંબઇમાં ગેંગવોરની સ્થિતિ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નવા દાઉદ છે.

Hanuman Chalisa Row: મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ, CM ઉદ્ધવ ઠાકરેને કહ્યા નવા દાઉદ

Hanuman Chalisa Controversy: મહારાષ્ટ્રમાં તાજેતરમાં ચાલી રહેલા હનુમાન ચાલીસા વિવાદ ચર્ચામાં છે. ભાજપ મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર પર સતત નિશાન સાધી રહ્યો છે. ભાજપ નેતા નિતેશ રાણાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા તેમને નવા દાઉદ ગણાવ્યા છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે.

શિવસેનાએ રાણા દંપતિના ઘર બહાર લગાવ્યા નારા
શનિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર અમરાવતી અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ હનુમાન ચાલીસા વાંચવાની ચેલેન્જ આપી હતી. ત્યારબાદ શિવસેનાએ રાણા દંપતિના ઘરને ઘેરી નારા લગાવ્યા હતા. આ સાથે જ શિવસેનાએ પોલીસ બેરિકેડીંગ તોડી હતી. એટલું જ નહીં સાંસદ નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાને ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના આરોપમાં કોર્ટે 14 દિવસ માટે જેલમાં મોકલી દીધા.

મુંબઇમાં ગંગવોરની સ્થિતિ
મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં ભાજપના બે નેતાઓ પર હુમલો થયો. આ ઘટના બાદ ભાજપ નેતા નિતેશ રાણાએ સરકાર પર નિશાન સાધતા કહ્યું- મુંબઇમાં ગંગવોરની સ્થિતિ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નવા દાઉદ છે. હું મહારાષ્ટ્રના ગૃહમંત્રી મહા એચએમ દિલીપ વલસે પાટિલને રજા પર જાવ વિનંતી કરું છું. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપને એક દિવસ માટે કાયદા-વ્યવસ્થા સંભાળવા માટે આપો, પછી જુઓ.

સરકારની છબી ખરાબ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે
મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે પાટિલે કહ્યું કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થા બરોબર છે, પરંતુ સરકારની છબી ખરાબ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પાટિલે કહ્યું કે, ભાજપ તેમના સ્વાર્થ માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા ઇચ્છે છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી મહા એચએમ દિલીપ વલસે પાટિલે કહ્યું કે, જનપ્રતિનિધિઓને કાયદામાં રહીને કામ કરવું જોઇએ, પરંતુ તેઓ કાયદા વિરૂદ્ધ કામ કરી રહ્યા છે. પાટિલે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી મુંબઈની મુલાકાત સુચારૂ રહેશે અને પોલીસ તેની તૈયારી કરી રહી છે.
(ઇનપુટ- આશીષ શુક્લા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news