India a VS England Lions: ઈંગ્લેન્ડની A ટીમ સામે ભારત Aની હાલત ખરાબ થઈ ગઈ છે. કેપ્ટન અભિમન્યુ ઇશ્વરનની સંભવિત કારકિર્દી બદલાતી મેચોમાં નિષ્ફળતાઓનો દોર ચાલુ રહ્યો છે. ઈંગ્લેન્ડની 'A' ટીમે શુક્રવારે પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત બાદ ભારત 'A' સામે મોટી જીતથી છ વિકેટ દૂર છે. ભારતની  'A' ટીમ 490 રનના મુશ્કેલ લક્ષ્‍યાંકનો પીછો કરતાં સ્ટમ્પ આઉટ સુધી 159 રનમાં ચાર વિકેટ ગુમાવી ચૂક્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈ ભેંસ પાની મેં...ગુજરાતમાં મોંઘું થયું પેટ્રોલ-ડીઝલ, તો આ રાજ્યોમાં ઘટ્યા ભાવ
જાણો દૂધ પીવાના ફાયદા અને નુકસાન વિશે, કોને સવારે અને કોને રાત્રે ન પીવું જોઇએ દૂધ


છેલ્લા દિવસે, ભારતીય ટીમને વિજય નોંધાવવા માટે 331 રનની જરૂર પડશે અને તેની પાસે માત્ર બે મજબૂત બેટ્સમેન બાકી છે, બી સાઈ સુદર્શન અને વિકેટકીપર કોના ભરત બચ્યા છે. ઓપનર સુદર્શન 53 રન બનાવીને રમી રહ્યો છે જ્યારે ભરત હવે બેટિંગ કરવા ઉતરશે. સરફરાઝ ખાન (67 બોલમાં 55 રન) સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો પરંતુ તેને મોટા સ્કોરમાં બદલી શક્યો ન હતો.


કેન્સરથી માંડીને આંખ માટે ફાયદાકારક છે ગાયનું દૂધ, હાર્ટ અને હાડકાં બનશે મજબૂત
ગાયનું દૂધ સારું કે ભેંસનું દૂધ? બંને દૂધમાં શું છે તફાવત, સ્વાસ્થ્ય માટે કયું સારુ


આ પહેલાં ઇંગ્લેન્ડ લાયન્સના બેટ્સમેનોએ સ્પિનરો માનવ સુતાર અને પુલકિત નારંગ સામે ઝડપી રન બનાવ્યા બાદ 29 ઓવરમાં છ વિકેટે 163 રન પર બીજી ઇનિંગ ડિકલેર કરી હતી. પ્રથમ ઇનિંગમાં 154 રનની શાનદાર સદી ફટકારનાર કીટન જેનિંગ્સે બીજી ઇનિંગમાં 65 બોલમાં 64 રન બનાવ્યા હતા. તેણે જેમ્સ રિયુ સાથે 95 રનની ભાગીદારી કરી હતી, જેમ્સ રિયુએ 61 બોલમાં 56 રનની અડધી સદી ફટકારી હતી.


15 રૂપિયાવાળો પેની સ્ટોક, દરરોજ લગાવી રહ્યો છે અપર સર્કિટ, 3 વીકમાં પૈસા થયા ડબલ
Gold Price: જાન્યુઆરીમાં 1500 રૂપિયાથી વધુ સસ્તુ થયું સોનું, આ રહ્યા 5 મુખ્ય કારણો


દિવસની શરૂઆતમાં ભારતીય ટીમ 227 રનમાં સમેટાઈ ગઈ હતી જેમાં રજત પાટીદારે 151 રન બનાવ્યા હતા. ત્યાર બાદ લક્ષ્યનો પીછો કરવા આવેલા ઈન્ડિયા 'A' ટીમના કેપ્ટન ઈશ્વરન ફાસ્ટ બોલર મેથ્યુ પોટ્સના બોલને અડ્યો અને સ્ટમ્પની પાછળ વિકેટકીપર ઓલી રોબિન્સનના હાથે કેચ આઉટ થયો. ઇશ્વરન ઓફ સ્ટંપની ઉપર જતા બોલ પ્રત્યે અસહજ થઇ જાય છે જે જગજાહેર છે. તે લાંબા સમયથી ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં છે પરંતુ મોટી તક પર તેમની નિષ્ફતા જ તેમના માટે મોટું વિઘ્ન બને છે. 


UIDAI: આધાર કાર્ડમાં કરેક્શન માટે આવી ગયા નવા ફોર્મ, થયો આ મોટો ફેરફાર
વોશિંગ મશીનમાં નાખો રસોડામાં પડેલી આ 2 વસ્તુ, સુગંધિત અને દૂધ જેવા ચમકશે કપડાં