IND-PAK: વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન વિરુદ્ધ જીતશે કે હારશે? 3 મહિના પહેલા લીક થયો ફિક્સિંગ પ્લાન!
India vs Pakistan :5 ઓક્ટોબરથી ભારતની યજમાનીમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે. આ માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વર્લ્ડના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે.
India vs Pakistan, World Cup Fixing: ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાનની વચ્ચે વનડે વર્લ્ડ કપનો મહામુકાબલો 15 ઓક્ટોબરે રમાવાનો છે. આ મેચને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ અને રોમાન્સ જોવા મળી રહ્યો છે. જો કે મહિનાઓ પહેલા તેનો ફિક્સિંગ પ્લાન લીક થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
ભાવનગરના તળાજામાં મોટી દુર્ઘટના! ધસમસતા પ્રવાહમાં કાર તણાતા 5 લોકો ડૂબ્યા, 3ના મોત
અમદાવાદમાં છે મહામુકાબલો
5 ઓક્ટોબરથી ભારતની યજમાનીમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે. આ માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વર્લ્ડના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે. માત્ર ભારત જ નહીં પરંતુ પડોશી દેશોના લોકો પણ આ મેચની રાહ જોઈ રહ્યા છે.
અંબાલાલ પટેલની ઘાતક આગાહી; આ વરસાદ તો કઈ નથી, જુલાઈ-ઓગસ્ટમાં વરસાદ ગાભા કાઢી નાંખશે!
મેચ થઈ ફિક્સ?
હવે મહિનાઓ પહેલા આ મેચ ફિક્સ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એક સ્ક્રીનશોટ શેર કરવામાં આવી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાન મેચ ફિક્સ છે અને રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ 97 રનના માર્જિનથી જીતશે. એટલું જ નહીં આ મેચમાં વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ બનશે તેવું પણ લખવામાં આવી રહ્યું છે.
મોટી દુર્ઘટના ટળી! વલસાડમાં 35 વર્ષ જૂની 120 આવાસનો સ્લેબ તૂટ્યો, અફરાતફરીનો માહોલ
વિરાટ ફટકારશે સદી!
જો આ સ્ક્રીનશોટ પર વિશ્વાસ કરવામાં આવે તો વિરાટ કોહલી પાકિસ્તાન સામે સદી ફટકારશે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ટોસ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપશે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 4 વિકેટે 334 રન બનાવશે. આ દરમિયાન વિરાટ કોહલી 83 બોલનો સામનો કરીને અણનમ 119 રન જોડશે. ત્યારબાદ પાકિસ્તાની ટીમ 45.4 ઓવરમાં 237 રનમાં ઓલઆઉટ થઈ જશે. સિરાજ શ્રેષ્ઠ બોલર હશે જે 36 રનમાં 3 વિકેટ લેશે.
આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી