મોટી દુર્ઘટના ટળી! વલસાડમાં 35 વર્ષ જૂની 120 આવાસનો સ્લેબ તૂટ્યો, અફરાતફરીનો માહોલ

રવિવારના રોજ સાંજના સમયે વલસાડની શાકભાજી માર્કેટમાં આવેલ 120 આવાસમાં રવિવારના રોજ શાકભાજી માર્કેટમાં લોકોની ભારે ભીડ જામતી હોય છે. તે દરમિયાન મોડી સાંજે આ ઘટના બની છે.

મોટી દુર્ઘટના ટળી! વલસાડમાં 35 વર્ષ જૂની 120 આવાસનો સ્લેબ તૂટ્યો, અફરાતફરીનો માહોલ

ઝી બ્યુરો/વલસાડ: વલસાડની શાકભાજી માર્કેટમાં મોડી સાંજે ભારે ભીડ વચ્ચે 120 આવાસ એપાર્ટમેન્ટનો સ્લેબ પડતા ભાગદોડ મચી ગઈ છે.

વલસાડમાં 35 વર્ષ જૂની 120 આવાસ યોજનાનો બીજા માળનો સ્લેબ મોડી સાંજે ધડાકા ભેળ તૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રવિવારના રોજ સાંજના સમયે વલસાડની શાકભાજી માર્કેટમાં આવેલ 120 આવાસમાં રવિવારના રોજ શાકભાજી માર્કેટમાં લોકોની ભારે ભીડ જામતી હોય છે. તે દરમિયાન મોડી સાંજે આ ઘટના બની છે.

જો કે શાકભાજી ખરીદવા આવેલ લોકોમાં બેથી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને નાની મોટી ઇજાઓ થઈ હતી અને એક બાઈક પણ આ સ્લેબમાં દટાયુ છે. અનેકવાર નોટિસ આપવા છતાં રહીશો 120 આવાસના ઘરો ખાલી કરતા નથી. તો રહીશોનું કહેવું છે કે 35 વર્ષથી પાલિકાએ અહીં રહેતા રહીશોને આ મકાનો નામ પર કરી આપ્યા નથી અને આ મકાનોના બેલી કોઈ નથી. 

જેથી તેની જાળવણી ન થતા આ 120 આવાસ જર્જરીત થઈ ચૂક્યા છે અને આ પ્રકારની ઘટનાઓ બને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news