IND vs AUS: ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયામાં સામેલ થશે આ `છૂપો રુસ્તમ` ખેલાડી!, બનશે ઓસ્ટ્રેલિયાનો કાળ
India vs Australia 3rd ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચે સિરીઝની ત્રીજી મેચ 22 માર્ચના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝની શરૂઆતની બે મેચોમાં એક શાનદાર બોલરને રમવાની તક મળી નથી.
India vs Australia 3rd ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચે સિરીઝની ત્રીજી મેચ 22 માર્ચના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝની શરૂઆતની બે મેચોમાં એક શાનદાર બોલરને રમવાની તક મળી નથી. સિરીઝની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો જેવી હાલત છે. આવામાં આ ધૂરંધર ખેલાડીને કેપ્ટન રોહિત શર્મા પ્લેઈંગ 11માં સામેલ કરી શકે છે.
Playing 11 માં થશે મોટો ફેરફાર!
બંને ટીમો વચ્ચે હાલ સિરીઝ 1-1ની બરાબરી પર છે. સિરીઝ પોતાના નામે કરવા માટે ટીમ ઈન્ડિયાએ આ મેચ કોઈ પણ હાલતમાં જીતવી પડશે. આ મહત્વની મેચમાં જાદુઈ બોલર યુઝવેન્દ્ર ચહલને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવી શકે છે. યુઝવેન્દ્ર ચહલને આ સિરીઝમાં હજુ સુધી એક પણ મેચ રમવાની તક મળી નથી. તે આ સિરીઝમાં પોતાની પહેલી તકની રાહ જોઈ રહ્યો છે.
આ ખેલાડીને પણ મળી શકે છે તક
ચાઈનામેન સ્પિન બોલર કુલદીપ યાદવને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી અને અંતિમ મેચમાં બહાર કરવામાં આવી શકે છે. કુલદીપ યાદવ આ સિરીઝમાં અત્યાર સુધી સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા છે. આ સિરીઝમાં કુલદીપ યાદવ હજુ સુધી એક પણ વિકેટ મેળવી શક્યા નથી. આવામાં કુલદીપ યાદવની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલને તક મળી શકે છે. યુઝવેન્દ્ર ચહલે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 72 મેચ રમીને 121 વિકેટ મેળવી છે.
2000 રૂપિયાની નોટ પર મોટો ખુલાસો, જો તમારી પાસે હોય તો ખાસ જાણો સરકારે આપેલી માહિતી
સુહાગરાતે જ દુલ્હને કરી નાખ્યો મોટો કાંડ...જાણીને કુંવારાઓ પરણવાનું જ નહીં વિચારે!
ગુજરાતના 5 એવા અતિ સમૃદ્ધ ગામડાં...જેની પ્રગતિ જોઈને શહેરીજનો મોઢામાં આંગળા નાખી જાય
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા સિરીઝ
પહેલી વનડે મેચ 17 માર્ચે રમાઈ જે ભારતે જીતી
બીજી વનડે 19 માર્ચે રમાઈ જે ઓસ્ટ્રેલિયાએ જીતી
ત્રીજી વનડે મેચ 22 માર્ચના રોજ ચેન્નાઈમાં રમાનાર છે જે ભારત માટે કરો યા મરોનો મુકાબલો છે.
વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ
વનડે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
સ્ટીવ સ્મિથ (કેપ્ટન) સીન એબોટ, એશ્ટન એગર, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમરન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઈંગલિસ, મારનર્સ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube