ઈન્દોર ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 વિકટથી સજ્જડ હારનો સામનો કરાવી દીધો. ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે માત્ર 76 રનનો જ ટાર્ગેટ આપ્યો હતો જે તેણે તેના ત્રીજા દિવસેલંચ પહેલા જ મેળવી લીધો. ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો નાથન લાયન રહ્યો જેણે મેચમાં કુલ 11 વિકેટ લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્દોર ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 વિકટથી સજ્જડ હારનો સામનો કરાવી દીધો. ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે માત્ર 76 રનનો જ ટાર્ગેટ આપ્યો હતો જે તેણે તેના ત્રીજા દિવસેલંચ પહેલા જ મેળવી લીધો. ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો નાથન લાયન રહ્યો જેણે મેચમાં કુલ 11 વિકેટ લીધી. જો કે ચાર મેચની બોર્ડર ગાવસ્કર સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ 2-1થી અજેય લીડ જાળવી રાખી છે. ઓસ્ટ્રેલિયા માટે હવે આ ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને હરાવવી તો શક્ય નહીં બને, પરંતુ હવે કાંગારુઓ માટે 2-2થી સિરીઝ બરાબર કરવાનો રસ્તો ખુલી ગયો છે. 


ઓનલાઈન શોપિંગ કરતી વખતે રાખો આ વાતોનું ધ્યાન નહીં તો છેતરાઈ જશો


Bomb Threat: વારાણસી એરપોર્ટ, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ ભવન પર ડ્રોન હુમલાની ધમકી


પેટાચૂંટણીમાં કોંગ્રેસનો જલવો! BJP ને મળ્યો ઝટકો, 28 વર્ષ બાદ આ સીટ હાથમાંથી સરકી


ઐય્યરના આક્રમક તેવર
રવિન્દ્ર જાડેજા પણ ચાના વિશ્રામ પહેલા જ લિયોનના  બોલે 7 રને આઉટ થયો. મેદાનના એમ્પાયરે આઉટ નહતો આપ્યો પરંતુ ઓસ્ટ્રેલિયાએ ડીઆરએસ લેતા પેવેલિયન ભેગા થવું પડ્યું. પૂજારા જોકે બીજા છેડે ડટી રહ્યા હતા. તેમણે સ્પિનરો સામે પોતાના ડિફેન્સ પર ભરોસો કર્યો અને આગળ વધીને તથા બેકફૂટ પર પણ સારા શોટ માર્યા. બીજા દિવસે ચા બાદ ઐચ્યરે આક્રમક તેવર બતાવ્યા. તેમે કુહનેમેનની સતત ઓવરોમાં છગ્ગા મારીને લિયોનની બોલિંગમાં પણ સતત બે ચોગ્ગા માર્યા. એસ ભરતે એકવાર ફરીથી નિરાશ કર્યા. 


મેચની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયાએ દેખાડ્યા તેવર
ભારતે પોતાની પહેલી ઈનિંગમાં 109 રન કર્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા પોતાની પહેલી ઈનિંગમાં 197 રન કરવામાં સફળ રહ્યું અને 88 રનની લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ ભારતે પોતાની બીજી ઈનિંગ 163 રન કર્યા અને આ રીતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 76 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે તેણે એક વિકેટ ગુમાવીને મેળવી લીધો.