Bypoll Results: પેટાચૂંટણી પરિણામમાં કોંગ્રેસનું દમદાર પ્રદર્શન! ભાજપને મળ્યો મોટો ઝટકો, 28 વર્ષ બાદ આ સીટ હાથમાંથી ગઈ

Assembly Byelection Results: દેશભરમાં થયેલી પેટાચૂંટણીની મતગણતરી આજે ચાલુ છે. અરુણાચલ પ્રદેશના લુમલાથી ભાજપના  Mayralborn Syiem જીતી ગયા છે. જ્યારે ઝારખંડ પેટાચૂંટણીમાં ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન (AJSU) ના ઉમેદવાર આગળ છે. સુનીતા ચૌધરી કોંગ્રેસના બજરંગ મહતો કરતા આગળ છે તેઓ 19 હજારથી વધુ મતોથી લીડ ધરાવે છે. 

Bypoll Results: પેટાચૂંટણી પરિણામમાં કોંગ્રેસનું દમદાર પ્રદર્શન! ભાજપને મળ્યો મોટો ઝટકો, 28 વર્ષ બાદ આ સીટ હાથમાંથી ગઈ

Assembly Byelection Results: દેશભરમાં થયેલી પેટાચૂંટણીની મતગણતરી આજે ચાલુ છે. અરુણાચલ પ્રદેશના લુમલાથી ભાજપના  Mayralborn Syiem જીતી ગયા છે. જ્યારે ઝારખંડ પેટાચૂંટણીમાં ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન (AJSU) ના ઉમેદવાર આગળ છે. સુનીતા ચૌધરી કોંગ્રેસના બજરંગ મહતો કરતા આગળ છે તેઓ 19 હજારથી વધુ મતોથી લીડ ધરાવે છે. જ્યારે મહારાષ્ટ્રની કસ્બા પેઠ સીટ પર ભાજપ-શિંદે ગઠબંધનની હાર થઈ છે. પુણેની કસ્બા પેઠ સીટ પર કોંગ્રેસ ઉમેદવાર રવિન્દ્ર ધંગેકરે ભાજપ-શિંદે ગઠબંધનના ઉમેદવારને 10 હજારથી વધુ મતથી હરાવ્યા છે. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ આજે પેટાચૂંટણીના પરિણામનો દિવસ છે. 

મહારાષ્ટ્રમાં પરિણામ
મહારાષ્ટ્રમાં ચિંચવાડ સીટની વાત કરીએ તો અહીંથી ભાજપના અશ્વિન  લક્ષ્મણ જગતપ એનસીપીના ઉમેદવાર વિઠ્ઠલ નાના કાટેથી આગળ છે. ભાજપ ઉમેદવાર પાસે 4929 મતની લીડ છે. અનેક રાઉન્ડની ગણતરી હજુ બાકી છે. અહીં ચૂંટણી જંગમાં ભાજપ અને શિંદે જૂથ એક તરફ અને બીજી બાજુ એનસીપીની સાથે મહાવિકાસ આઘાડી છે. 

જ્યારે બીજી બાજુ પુણેની કસ્બા પેઠ વિધાનસભા બેઠક પર ભાજપ-શિંદે ગઠબંધન હાર્યું છે. 28 વર્ષ બાદ આ સીટ કોંગ્રેસે પડાવી છે. કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ધંગેકરે 10950 મતથી જીત મેળવી છે. એવું કહેવાય છે કે કસ્બા પેઠ સીટ પર ભાજપના પરંપરાગત બ્રાહ્મણ મતદારો ભાજપની નારાજ હતા કારણ કે ભાજપે આ બેઠક પરથી બ્રાહ્મણ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા નહતા. અહીં લગભગ 36 હજાર બ્રાહ્મણ ઉમેદવારો છે. જે ભાજપના પરંપરાગત મતબેંક ગણાય છે. અહીં ભાજપના દિવંગત વિધાયક મુક્તા તિલક બ્રાહ્મણ સમાજથી હતા. મુક્તા તિલક પહેલા ગિરિશ બાપટ હતા જે બ્રાહ્મણ સમાજથી હતા. 

મુક્તા તિલકના નિધન બાદ જ્યારે મુક્તાના પરિવારના કોઈને પણ ટિકિટ ન મળી તો પુણેમાં અનેક જગ્યા પર એવા બોર્ડ જોવા મળ્યા હતા કે બ્રાહ્મણ સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. જ્યારે મહાવિકાસ આઘાડીએ રવિન્દ્ર ધંગેકરને મેદાનમાં ઉતાર્યા જેમનો પોતાનો મોટો જનાધાર છે. તેઓ 30 વર્ષથી સામાજિક જીવનમાં છે. 

પશ્ચિમ બંગાળથી કોંગ્રેસ માટે ખુશખબર
પશ્ચિમ બંગાળમાં થયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલુ છે. અહીં સાગરદિધી પર કોંગ્રેસ આગળ છે.  કોંગ્રેસ ઉમેદવાર બેરોન બિસ્વાસે ટીએમસી કેન્ડિડેટને પછાડ્યા છે. કોંગ્રેસ અહીં 11782 મતથી આગળ છે. ટીએમસી કેન્ડિડેટ દેબાશીષ બેનર્જી પછડાયા છે. 

તમિલનાડુમાં કોંગ્રેસ આગળ
તમિલનાડુ પેટાચૂંટણીમાં કોંગ્રેસ માટે ખુશખબર છે. કોંગ્રેસે ઈરોડ પૂર્વની સીટ પર ભારે લીડ મેળવી છે. કોંગ્રેસ ઉમેદવાર E.V.K.S.Elangovan તેમના નજીકના પ્રતિસ્પર્ધીથી 21137 મતથી આગળ છે. મત ગણતરીમાં AIADMK ઉમેદવાર પાછળ રહી ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news