નવી દિલ્લીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલતી બોક્સિંગ ડે ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય કેપ્ટનનો જબરદસ્ત જલવો જોવા મળ્યો. ભારતે બીજા દિવસની રમત પુરી થઈ ત્યાં સુધીમાં 5 વિકેટ ગુમાવીને 277 રન બનાવી લીધાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રહાણે-જાડેજા ક્રીઝ પર 
ભારત તરફથી અજિંક્યે રહાણેએ 104 અને રવીંદ્ર જાડેજા 44 રન બનાવીને હજુ ક્રીઝ પર છે. આ બન્ને બેટ્સમેન પર ત્રીજા દિવસે લીડ વધારવાની મોટી જવાબદારી હશે.


રહાણેની સદી
ટીમ ઈન્ડિયાના પાર્ટટાઈમ કેપ્ટન અજિંક્ય રાહણે આજે જવાબદારી પૂર્વકની પારી રમીને શાનદાર સદી ફટકારી. કોહલીની ગેરહાજરીમાં રહાણેએ કેપ્ટન ઈનિંગ રમીને સોંપાયેલી જવાબદારી બખુબી નિભાવી. આ તેમના ટેસ્ટ કરિયરની 12મી સદી છે.


પંત પવેલિય પાછો ફર્યો
ઋષભ પંત સારા ફોર્મમાં લાગી રહ્યો હતો, જોકે મિશેલ સ્ટાર્કે તેને ટિમ પેનના હાથે કેચ આઉટ કરાવી દીધો. પંત આજે 29 રન જ બનાવી શક્યો.


વિહારી આઉટ
હનુમા વિહારી પાછલી મેચની જેમ આ મેચમાં પણ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ નિવડ્યો. તે માત્ર 21 રન બનાવીને નાથન લોયનના બોલનો શિકાર બની ગયો. 


પુજારા નિષ્ફળ 
ચેતેશ્નર પુજારા પાસે મોટી ઈનિંગની આશા હતી, જોકે, પુજારા માત્ર 17 રન બનાવીને આઉટ થઈ ગયો, પૈટ કમિંસે પુજારાને પોતાનો શિકાર બનાવ્યો.


ફિફ્ટીથી ચૂક્યા ગિલ
પોતાની પહેલી મેચ રમી રહેલો શુભમન ગિલ ખુબ જ સમજદારી પુર્વક બેટિંગ કરી રહ્યો હતો. અર્ધશતકથી માત્ર 5 રન પહેલાં જ પૈટ કમિંસે તેને 45 રનના સ્કોર પર ટિમ પેનના હાથે કેચ આઉટ કરાવી દીધો.


ભારતીય ટીમ બેટિંગ ટીમ પર મોટી જવાબદારી
ટીમ ઈન્ડિયાની જેમ અજિંક્યે રહાણે સહિત તમામ બેટ્સમેન પર લીડ વધારવાની મોટી જવાબદારી છે. ભારત કોઈપણ ભોગે મોટી લીડ મેળવવાનો પ્રયાસ કરશે. 


ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ XI: ટિમ પેન (કેપ્ટન), જો બનર્સ, મૈથ્યૂ વેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરન ગ્રીન, પૈટ કમિંસ, જોશ હેજલવુડ, મિશેલ સ્ટાર્ક, નાથન લોયન


ભારતની પ્લેઈંગ XI: અજિંક્યે રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવિંદ્ર જાડેજા. આર.અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ


મેદાનઃ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંટ, વિક્ટોરિયા.