IND vs AUS : 9 મહિના પછી ઈન્ટરનેશનલ મેચ રમશે ચેતેશ્વર પૂજારા, ઓસ્ટ્રેલિયા સામે આ મોટા રેકોર્ડ પર નજર
ભારતીય ટેસ્ટ ટીમમાં સૌથી વિશ્વાસપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા ઓસ્ટ્રેલિયા સામે 17 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થઈ રહેલ ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં 6 હજારી બની શકે છે.
નવી દિલ્લી: હાલની ભારતીય ટેસ્ટ ટીમમાં સૌથી વિશ્વાસપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા ઓસ્ટ્રેલિયા સામે 17 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થઈ રહેલ ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં 6 હજારી બની શકે છે. 32 વર્ષના પૂજારાએ 77 ટેસ્ટ મેચમાં 48.66ની એવરેજથી 5840 રન બનાવ્યા છે. જેમાં 18 સદી અને 25 અર્ધસદીનો સમાવેશ થાય છે. તેને ટેસ્ટ ક્રિકેટમાં 6000 રન પૂરા કરવા માટે માત્ર 160 રનની જરૂર છે. શ્રીમાન વિશ્વાસપાત્રના નામથી જાણીતા પૂજારાએ પોતાની છેલ્લી ટેસ્ટ આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ન્યૂઝીલેન્ડ સામે ક્રાઈસ્ટચર્ચમાં રમી હતી. તેના પછી તે આઠ મહિનાથી વધારે સમય સુધી કોરોનાના કારણે ક્રિકેટ મેદાનથી બહાર રહ્યો.
પૂજારા યૂએઈમાં રમાયેલી આઈપીએલમાં કોઈપણ ટીમનો ભાગ ન હતો. અને આઈપીએલના છેલ્લા તબક્કામાં તે દુબઈ પહોંચી ગયો હતો. જેથી ટુર્નામેન્ટની સમાપ્તિ પછી બાકીના ખેલાડીઓની સાથે સીધો ઓસ્ટ્રેલિયા રવાના થઈ શકે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર ગ્લેન મેકગ્રાનું કહેવું છે કે પૂજારા લાંબા સમયથી મેદાનની બહાર છે. આથી આ વખતે તેને ઓસ્ટ્રેલિયાની પીચ પર રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે. પૂજારા 208-19ના છેલ્લા ઓસ્ટ્રેલિયાઈ પ્રવાસમાં સૌથી સફળ રહ્યો હતો અને ભારતને 2-1થી સીરિઝ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
જ્યારે કપિલ દેવે 8 વિકેટ ખેરવીને તોડી નાંખી હતી ઓસ્ટ્રેલિયાની કમર, એડિલેડમાં મચાવ્યો હતો તરખાટ
છેલ્લા પ્રવાસમં પૂજારાએ ચાર ટેસ્ટ મેચમાં ત્રણ સદી અને એક અર્ધસદીની મદદથી 521 રન બનાવ્યા હતા. જે બંને ટીમના ખેલાડીઓમાં સૌથી વધારે હતા. તેના પછી બીજા નંબરે ઋષભ પંતના 350 રન અને કેપ્ટન વિરાટ કોહલીના 282 રન હતા. આ આંકડાથી અંદાજ લગાવી શકાય છે કે ભારતીય ટીમ બેટિંગના મામલામાં પૂજારા પર કેટલી આધારિત છે. જોકે પૂજારાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ચોક્કસ તે મેદાનથઈ બહાર રહ્યો છે પરંતુ સીરિઝ પહેલા પ્રેક્ટિસથી તે પોતાના લયમાં પાછો ફરશે.
પૂજારા પર આ સીરિઝ દરમિયાન વધારે જવાબદારી રહેશે. કેમ કે કેપ્ટન વિરાટ કોહલી એડિલેડમાં પહેલી ટેસ્ટ રમ્યા પછી ભારત પાછો આવી જશે. પૂજારા જો 160 રન બનાવી લેશે તો ટેસ્ટ ક્રિકેટમાં 6000 રન બનાવનારો 11મો ભારતીય બની જશે. આ પહેલાં ભારતના કયા બેટ્સમેનો 6000થી વધારે રન બનાવી ચૂક્યા છે.
India Tour of Australia: ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ, વન-ડેમાં શું કહે છે આંકડા?
સચિન તેંડુલકર 15,921 રન
રાહુલ દ્રવિડ 13,265 રન
સુનિલ ગાવસ્કર 10,122 રન
વીવીએસ લક્ષ્મણ 8781 રન
વિરેન્દ્ર સેહવાગ 8503 રન
વિરાટ કોહલી 7240 રન
સૌરવ ગાંગુલી 7212 રન
દિલીપ વેંગસકર 6868 રન
મોહમ્મદ અઝહરુદ્દીન 6215 રન
ગુંડપ્પા વિશ્વનાથ 6080 રન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube