અમદાવાદઃ ICC Cricket World Cup 2023 Final: આઈસીસી વર્લ્ડ કપ 2023નો ફાઈનલ મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં અત્યાર સુધી ઘણા રેકોર્ડ બની ચુક્યા છે. આ ક્રમમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલીના નામે વધુ એક સિદ્ધિ જોડાઈ ગઈ છે. વિશ્વકપ એડિશનના સેમીફાઈનલ અને ફાઈનલ બંને મુકાબલામાં તે 50 પ્લસ સ્કોર કરનાર બેટરોની યાદીમાં સામેલ થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીએ આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો સાતમો અને ભારતનો પ્રથમ બેટર બની ગયો છે. આ પહેલા ઈંગ્લેન્ડના માઇકલ બ્રિયરલીએ વર્ષ 1979માં, ઓસ્ટ્રેલિયાના ડેવિડ બૂને વર્ષ 1987માં, પાકિસ્તાનના જાવેદ મિયાંદાદે વર્ષ 1992માં, શ્રીલંકાના અરવિંદ ડિસિલ્વાએ વર્ષ 1996માં, ન્યૂઝીલેન્ડના ગ્રાન્ટ ઇલિયટે વર્ષ 2015માં, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે વર્ષ 2015માં સેમીફાઈનલ અને ફાઈનલ બંને મુકાબલામાં 50થી વધુ સ્કોર કર્યો હતો. આ વખતે 2023ના વિશ્વકપમાં વિરાટ કોહલીએ બેટથી ધમાલ મચાવ્યો છે. 


વિશ્વ કપ 2023માં વિરાટ કોહલી
આ વિશ્વકપમાં કિંગ કોહલીનું બેટ ખુબ ચાલ્યું છે. સેમીફાઈનલ મુકાબલામાં તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની 49 સદીનો રેકોર્ડ તોડી 50મી વનડે સદી ફટકારી હતી. 


આ પણ વાંચોઃ વર્લ્ડકપ ફાઈનલમાં વાયુસેનાની ગર્જના : એર શોના ગગનભેદી અવાજથી ગૂંજી ઉઠ્યું અમદાવાદ


કોહલીએ તોડ્યો પોન્ટિંગનો રેકોર્ડ
આ સાથે વિરાટ કોહલીએ આઈસીસી વિશ્વકપમાં સર્વાધિક રન બનાવવાના મામલામાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડી દીધો છે. વિરાટ કોહલીએ અમદાવાદમાં આ સિદ્ધિ મેળવી હતી. રિકી પોન્ટિંગના નામે વિશ્વકપમાં 1743 રન હતા. જ્યારે કોહલીના નામે 1767 રન થઈ ગયા છે. આ મામલામાં નંબર વન પર 2278 રન સાથે સચિન તેંડુલકર છે. 


ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
1. સચિન તેંડુલકર (ભારત) – 2278 રન
2. વિરાટ કોહલી (ભારત) – 1767 રન
3. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – 1743 રન
4. રોહિત શર્મા (ભારત) - 1575 રન
5. કુમાર સંગાકારા (શ્રીલંકા) - 1532 રન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube