India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ્યારે પણ ટેસ્ટ સિરીઝ રમાતી હોય છે ત્યારે બંને દેશના ચાહકો ખૂબ જ ઉત્સાહિત હોય છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે ભારતના પ્રવાસે આવશે. આજે અમે અમારા અહેવાલમાં તે 5 ભારતીય ખેલાડીઓ વિશે વાત કરીશું જેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિન તેંડુલકર:


સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 39 મેચમાં 3,630 રન બનાવ્યા છે, જેમાં 11 સદી ફટકારી છે.


VVS Laxman :
ભારતીય દિગ્ગજ બેટ્સમેન VVS લક્ષ્મણ (VVS Laxman) ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ બનાવવાના મામલે બીજા નંબર પર છે. તેણે ઓસ્ટ્રેલિયાની ટીમ સામે 28 મેચમાં 2434 રન બનાવ્યા છે જેમાં 6 સદી સામેલ છે.


રાહુલ દ્રવિડ:
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ટેસ્ટ મેચોમાં ધ વોલ કહેવામાં આવે છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 32 ટેસ્ટ મેચમાં 2,143 રન બનાવ્યા છે.


આ પણ વાંચો : 


ગુજરાતના શિક્ષકો હવે શાળામાં મનફાવે તેમ કપડા નહિ પહેરી શકશે, બહુ જ કામના છે આ અપડેટ


સરકારી પૈસે લહેર : 17 પૂર્વ ધારાસભ્યોનો સરકારી આવાસમાં અડિંગો, આખરે નોટિસ મોકલવી પડી


ચેતેશ્વર પૂજારા:
ચેતેશ્વર પૂજારાએ ભારત તરફથી ઓસ્ટ્રેલિયા સામે 20 મેચમાં 1,893 રન બનાવ્યા છે. પૂજારા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.


વીરેન્દ્ર સેહવાગ:
વીરેન્દ્ર સેહવાગે ભારત માટે 22 ટેસ્ટમાં ત્રણ સદી ફટકારીને 1,738 રન બનાવ્યા છે. સેહવાગ તેની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત છે. સેહવાગે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી હતી.


આ પણ વાંચો : 


ભારતની દેશી ગાયો છે પશ્ચિમી દેશોની ગાયો કરતા વધારે મજબૂત


મા અર્બુદા મહોત્સવનો બીજો દિવસ, આચાર્ય દેવવ્રત સહિત અનેક દિગ્ગજો દર્શન કરવા પહોંચ્યા