મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે શુક્રવારે ભારત સામે વનડે ક્રિકેટ સિરીઝ હાર્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કરતા તેને સુપરસ્ટાર અને સર્વકાલિન મહાન ક્રિકેટરોમાંથી એક ગણાવ્યો હતો. ધોનીએ ત્રીજી વનડે મેચમાં 144 બોલમાં અણનમ 87 રન બનાવ્યા, જેની મદદથી ભારતે 7 વિકેટે જીત મેળવીને સિરીઝ 2-1થી પોતાના નામે કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેંગરે મેચ બાદ પત્રકારોને કહ્યું, ધોની 37 વર્ષનો છે પરંતુ વિકેટો વચ્ચે તેની દોડ અને ફિટનેસ ગજબની છે. સતત ત્રણ દિવસ વિકેટો વચ્ચે દોડવુ એ પણ 40 ડિગ્રી તાપમાનમાં આ રી રીતે બેટિંગ કરવી. તે રમતનો સુપરસ્ટાર છે જે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોએ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. 



India vs Australia: ધોનીથી વધુ ભારતીય ક્રિકેટ માટે સમર્પિત બીજુ કોઈ નથીઃ કોહલી


તેણે કહ્યું, એમએસ ધોની, વિરાટ કોહલી અને ટેસ્ટમાં ચેતેશ્વર પૂજારા. આ તમામ આદર્શ છે. એમએસ ધોનીનો રેકોર્ડ કેપ્ટન તરીકે, બેટ્સમેન અને વિકેટકીપર તેની ક્ષણતા દર્શાવે છે. તે મહાન ક્રિકેટર છે અને આવા ખેલાડીઓ વિરુદ્ધ હારવું દુખદ છે પરંતુ તેની વિરુદ્ધ રમવું ગર્વની વાત છે. 


ધોનીને 0 અને 74ના સ્કોર પર જીવનદાર મળ્યું અને લેંગરે તેને હારનું કારણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું, બે વખત ધોનીનો કેચ છોડવાથી કોઈ મેચ જીતી શકતું નથી. અમે મેચ વિનરની વાત કરીએ છીએ, જે તેણે બનીને દેખાડ્યું. આ અમારા બેટ્સમેનો માટે શીખ હતી. યુવાઓએ તેમની પાસેથી શીખવું જોઈએ. 



ભારતીય ક્રિકેટની 5 ઐતિહાસિક તસ્વીરો