નવી દિલ્લીઃ ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે આ સમાચાર કોઈ ખુશખબરથી કમ નથી. ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવીને પોતાનો ઈરાદો પણ સ્પષ્ટ કરી દીધો છે. કે અમે અહીં જીતવા માટે આવ્યાં છીએ. વોર્મઅપ મેચમાં ઓસ્ટ્રેલિયાને તેમના જ ઘરમાં હરાવીને એક તરફ ભારતીય ટીમે વિરોધી ટીમનું મનોબળ ભાંગ્યું છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓના ઉત્સાહમાં પણ આને કારણે વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોર્મઅપ મેચમાં આવતાની સાથે મોહમ્મદ શમીએ ધારદાર બોલિંગથી વિરોધી ટીમના ધુરંધર બેટ્સમેનોનો પાડી દીધાં. શમીએ છેલ્લી ઓવરમાં 3 વિકેટ લઈને ભારતને અપાવી જીત. શમીની ખતરનાક બોલિંગ અને વિરાટ કોહલીની જબરદસ્ત ફિલ્ડિંગના કારણે ભારત વોર્મઅપમાં સારો દેખાવ કરી શકી છે. પહેલાં શમીને બહાર બેસાડવામાં આવ્યો હતો. જોકે, જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થતા તેના સ્થાને શમીને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે બીજી બાજુ વોર્મઅપ મેચમાં કેએલ રાહુલે 57 અને સૂર્યકુમાર યાદવે 50 રનની શાનદાર ઈનિંગ રમીને જીતનો પાયો નાખ્યો હતો.


T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયા પોતાનું અભિયાન શરૂ કરતા પહેલા બે વોર્મ-અપ મેચ રમશે. ટીમ ઈન્ડિયાએ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ વોર્મ-અપ મેચ રમી હતી. ટીમ ઈન્ડિયા હવે 19 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે તેની બીજી વોર્મ-અપ મેચ રમશે. કેપ્ટન રોહિત શર્મા આ 2 મેચ થકી બેસ્ટ પ્લેઈંગ ઈલેવન શોધવાનો પણ પ્રયાસ કરશે.


ઉલ્લેખનીય છેકે, ટીમ ઈન્ડિયા 23 ઓક્ટોબર 2022ના રોજ આ વખતના ટી2022 વર્લ્ડ કપમાં સૌથી પહેલાં કટ્ટર વિરોધી ગણાતા પાકિસ્તાન સાથે ટકરાશે. એક તરફ હશે રોહિત એન્ડ કંપની તો બીજી તરફ હશે બાબર આઝમ અને તેના સિપાહીઓ. આ મેચ ક્રિકેટના રોમાંચને વધુ ઉપર લઈ જશે.