કોલકત્તા : ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) વચ્ચે ટેસ્ટ સિરીઝની આજે બીજી ટેસ્ટ મેચ (Test Match) છે. બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હકે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. બંને ટીમો આજે પહેલી વાર ડે નાઇટ (Day Night) ટેસ્ટ મેચ રમી રહી છે. આ મેચમાં પિંક બોલનો (Pink Ball) ઉપયોગ કરાઇ રહ્યો છે. (જાણો FULL Score)


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશની ટીમ માત્ર 106ના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ છે. ભારત સામેના 19 વર્ષના ઈતિહાસમાં બાંગ્લાદેશનો આ સૌથી ઓછો સ્કોર છે.  ભારતીય પેસ એટેક સામે બાંગ્લાદેશના ખેલાડી ટકી શક્યા ન હતા. બાંગ્લાદેશના માત્ર 3 બેટ્સમેન ડબલ ફિગરનો સ્કોર બનાવી શક્યા હતા. ઓપનર સાદમાન ઈસ્લામ(26), લિટન દાસ(24) અને નયીમ હસન(19) રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના ચાર ખેલાડી શૂન્ય રને અને બે ખેલાડી માત્ર 1 રન બનાવીને આઉટ થયા હતા. 


ઈશાંત શર્મા સૌથી સફળ બોલર
ભારતનો ઈશાંત શર્મા સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે પ્રથમ ઈનિંગ્સમાં ભાંગ્લાદેશના 5 ખેલાડીને પેવેલિયન મોકલી આપ્યા હતા. ઈશાંતે 12 ઓવરમાં 22 રન આપીને 5 વિેકટ ઝડપી હતી, જેમાં 4 ઓવર મેડન રહી હતી. ઉમેશ યાદવે 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ ઝડપી હતી. 


બાંગ્લાદેશના બેટ્સમેન ભારતીય પેસ એટેકનો સામનો કરી શક્યા નહીં. બાંગ્લાદેશની અત્યાર સુધી 26 ઓવરમાં 90 રને 7 વિકેટ પડી ચુકી છે. બાંગ્લાદેશે ઈબાદત હુસેનના સ્વરૂપમાં 7મી વિકેટ ગુમાવી હતી. ઈશાંત શર્મા આજે ખુબ જ સુંદર ફોર્મમાં છે અને તેણે 10 ઓવરમાં 3 મેડન સાથે 20 રન આપીને બાંગ્લાદેશના 3 ખેલાડીને પેવેલિયન ભેગા કર્યા છે. ઉમેશ યાદવે 7 ઓવરમાં 2 મેડન નાખીને 29 રન આપીને 3 વિકેટ ઝડપી છે. મોહમ્મદ શમી એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે. 


ભારતની ઈનિંગ્સ
ભારત તરફથી મયંક અગ્રવાલ અને રોહિત શર્માએ ઓપનિંગ કરી છે. 


- ભારતની પ્રથમ વિકેટ પડી ગઈ છે. ઓપનર મયંક અગ્રવાલ 14 રન બનાવીને અલ અમીનના બોલ પર મહેંદી હસનના હાથે કેચ આઉટ થયો છે. ભારતનો સ્કોરઃ 26/1 (4.4 ઓવર)
- રન મશીન રોહિત શર્મા બીજી ટેસ્ટમાં સારું રમી શક્યો નહીં. માત્ર 21 રનના સ્કોર પર રોહિત ઈબાદત હુસેનના બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો. રોહિત ભારતીય ટીમના 43ના સ્કોર પર આઉટ થયો હતો. 
- ચેતેશ્વર પુજારા અને કેપ્ટન કોહલી ક્રિઝ પર છે અને બંનેએ 20-20 રન બનાવ્યા છે. ભારતનો સ્કોરઃ 76/2 (16 ઓવર)
- ચેતેશ્વર પુજારા 55 રન બનાવીને શાદામના હાથે ઇબાદતના બોલ પર કેચ આઉટ. 
- મેચ પુરી થવાના સમયે ભારતનો સ્કોર 174/3. ભારતની બાંગ્લાદેશ પર 68 રનની લીડ. 
- કેપ્ટન વિરાટ કોહલી 59 રન અને અજિંક્ય રહાણે 23 રન સાથે ક્રિઝ પર. 
- વિરાટ કોહલી કેપ્ટન તરીકે 5000 રન બનાવનારો ભારતનો પ્રથમ ખેલાડી બન્યો છે. 
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube