India vs Bangladesh 2nd ODI: ઢાકામાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીરીઝની બીજી વનડે મેચ રમાઇ રહી છે. ટોસ બાંગ્લાદેશે જીત્યો અને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઇન્ડીયાની કમાન રોહિત શર્મા સંભાળી રહ્યા છે જ્યારે બાંગ્લાદેશની કેપ્ટનશિપ લિટન દાસ પાસે છે. ભારત માટે આ મેચ 'કરો યા મરો' ની માફક છે અને તેના માટે જીતવું જરૂરી છે. જો ટીમ ઇન્ડીયાની સીરીઝમાં પોતાની સંભાવનાઓ જાળવી રાખવી છે તો મેચ જીતવી જરૂરી છે. બાંગ્લાદેશે પ્રથમ વનડે જીતી ત્રણ મેચોની આ સીરીઝમાં 1-0 ની બઢત બનાવી છે. એવામાં મેજબાન ટીમનો ટાર્ગેટ મુકાબલો જીતીને સીરીઝ પર અજય બઢત બનાવાનો રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઇન્ડીયાના મોહમંદ સિરાઝે બાંગ્લાદેશને પ્રથમ ઝટકો આપ્યો છે. તેમણે પ્રથમ (ઇનિંગની બીજી ઓવર)ના 5મા બોલ પર અનામુલ હક (11) ને lbw આઉટ કર્યા. હકે 9 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 11 રન બનાવ્યા હતા. 


બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર
બાંગ્લાદેશ (પ્લેઇંગ XI): નજમુલ હસન શંતો, લિટન દાસ (કેપ્ટન), અનામુલ હક, શાકિબ અલ હસન, મુશ્ફિકુર રહીમ (વિકેટકિપર), મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, મેહદી હસન મિરાજ, નાસુમ અહેમદ, ઇબાદત હુસૈન અને મુસ્તફિઝુર રહેમાન


ભારતની પ્લેઈંગ-XI
આ મેચ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક


આ પણ વાંચો: ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube