IND vs BAN: ઈડન ગાર્ડનમાં પિંક બોલ ટેસ્ટ, જાણો 10 મોટી વાતો
વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ વિરુદ્ધ સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ શુક્રવારથી રમશે. આ ટેસ્ટ મેચ વિશે 10 મોટી વાતો.
કોલકત્તાઃ ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન (eden gardens) સ્ટેડિયમમાં રમાશે. આ મેચ શુક્રવારે એટલે કે 22 નવેમ્બરથી રમાશે, જે ઘણી રીતે ખાસ છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટ મેચ 3 દિવસમાં જીતી હતી અને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી.
ડે-નાઇટ ફોર્મેટમાં ટેસ્ટ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ મુકાબલો ડે-નાઇટ ફોર્મેટમાં રમાશે. તેવામાં દેશમાં પ્રથમવાર છે જ્યારે કોઈ ટેસ્ટ મેચ દિવસ-રાત ફોર્મેટમાં રમાશે. આ પહેલા માત્ર ટી20 અને વનડે આંતરરાષ્ટ્રીય મેચ જ ડે-નાઇટ ફોર્મેટમાં રમાઇ છે. આઈપીએલ જેવી ટી20 ક્રિકેટ લીગની મોટા ભાગની મેચ પણ ડે-નાઇટ ફોર્મેટમાં રમાઇ છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ 12મી ડે-નાઇટ ટેસ્ટ મેચ હશે. ભારત અને બાંગ્લાદેશ, બંન્ને ટીમોની આ પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ છે.
પ્રથમવાર પિંક બોલથી ટેસ્ટ
દેશમાં પ્રથમવાર કોઈ ટેસ્ટ મેચ પિંક બોલ એટલે કે ગુલાબી રંગના બોલથી ટેસ્ટ મેચ રમાશે. આ પહેલા ભારતમાં તમામ સેટ્ મેચ લાલ બોલ (લેધરના)થી રમાઇ છે. પિંક બોલ વધુ ચમકતો બોલ છે, જે ડેનાઇટ ટેસ્ટ મેચ ફ્રેન્ડલી માનવામાં આવે છે.
બદલાઇ જશે રમતના સેશનના બ્રેકનો સમય
પરંપરાગત ટેસ્ટ મેચની જેમ ડે-નાઇટ ટેસ્ટ પણ પ્રતિદિન 3 સત્રમાં રમાશે પરંતુ દરેક સેશન વચ્ચે જે બ્રેક ટાઇમ હોય છે, તે ઉંધો થઈ જશે એટલે કે ડે ટેસ્ટમાં પહેલા લંચ (ભોજન) બ્રેક હોય છે અને પછી ટી (ચા) પરંતુ ડે-નાઇટ ટેસ્ટમાં પ્રથમ સત્ર બાદ ટી બ્રેક હશે. એટલે કે બે કલાકના પ્રથમ સત્ર બાદ ચા માટે 20 મિનિટનો બ્રેક હશે અને પછી આગામી બે કલાક બાદ ડિનર (રાત્રી ભોજન) માટે 40 મિનિટના બ્રેકની જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ આગામી 2 કલાક અંતિમ સત્ર રમવામાં આવશે.
IND vs BAN: પિંક બોલથી રમવું પડકારજનક, કેપ્ટન કોહલીએ કર્યો સ્વીકાર
માત્ર એક સેશનમાં ફ્લડ લાઇટ
ડે-નાઇટ ટેસ્ટના પ્રથમ બે સેશન સૂર્ય પ્રકાશમાં રમાશે. જ્યારે દિવસના અંતિમ સત્ર માટે ફ્લડ લાઇટનો ઉપયોગ થશે. તેવામાં ખેલાડીઓને બોલ દેખાવામાં મુશ્કેલી આવશે પરંતુ ચમકતો ગુલાબી બોલ ફ્લડ લાઇટમાં પણ યોગ્ય રીતે દેખાઈ છે. તેથી ઘણા પ્રયોગો બાદ ડે-નાઇટ ટેસ્ટ માટે આ બોલને માન્યતા મળી છે.
ટી બ્રેકમાં વિશેષ ગાડીઓ લગાવશે ચક્કર
દિગ્ગજ સચિન તેંડુલકર, સુનિલ ગાવસ્કર અને ભારતને પોતાની આગેવાનીમાં પ્રથમ વિશ્વકપ અપાવનાર કપિલ દેવ સહિત ભારતના મહાન ક્રિકેટર પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ દરમિયાન ભેગા થશે. બીસીસીઆઈ અધ્યક્ષ ગાંગુલી પ્રમાણે, સચિન, ગાવસ્કર, કપિલ, દ્રવિડ, અનિલ કુંબલે સહિત ઘણા કેપ્ટન ઈડન ગાર્ડનમાં હાજર રહેશે. ટી બ્રેકમાં વિશેષ ગાડીઓ સ્ટેડિયમમાં ચક્કર લગાવશે જેમાં પૂર્વ કેપ્ટન બેઠેલા હશે.
સ્ટેડિયમમાં સંગીત કાર્યક્રમ
આ દરમિયાન સંગીત કાર્યક્રમ પણ હશે અને દિવસના અંતમાં સન્માન સમારોહ યોજાશે. બંન્ને ટીમોના ખેલાડી અને પૂર્વ કેપ્ટન તેમાં સામેલ થશે. રૂના લૈલા અને જીત ગાંગુલી પણ પરફોર્મ કરશે.
Day-Night Test: જાણો પિંક બોલ ટેસ્ટનો ઈતિહાસ અને રેકોર્ડ
શેખ હસીના પણ રહેશે હાજર
આ ઐતિહાસિક ટેસ્ટ મેચને જોવા માટે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ કોલકત્તા આવશે. તેમને ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ સ્ટેડિયમમાં આયોજીત થનારા કાર્યક્રમમાં હાજર રહેશે.
પ્રથમ ચાર દિવસની તમામ ટિકિટ વેંચાઈ
ગાંગુલીએ આ વિશે કહ્યું કે, તે પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચને લઈને ઉત્સાહિત છે. તેમણે જણાવ્યું કે, લોકોમાં આ મેચને લઈને ખુબ ઉત્સાહ છે અને આ કારણે પ્રથમ ચાર દિવસની તમામ ટિકિટ વેંચાઈ ગઈ છે.
એસજી કંપનીનો છે પિંક બોલ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણ બોલ ઉત્પાદન કંપનીઓ છે. આ છે- એસ જી, ડ્યૂક અને કુકાબુરા. કંપનીઓનો પ્રયત્ન છે કે પિંક બોલનો રંગ ભલે બદલી જાય પરંતુ બોલનો વ્યવહાર ન બદે. ભારતમાં ટેસ્ટ મેચ એસજી બોલથી રમાઇ છે અને ગુલાબી બોલ પણ આ કંપની ઉપલબ્ધ કરાવી રહી છે.
AUSvsPAK: નશીમ શાહ બન્યો ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ પર્દાપણ કરનાર સૌથી યુવા ક્રિકેટર
રિવર્સ સ્વિંગ પર છે સવાલ
ડે-નાઇટ ટેસ્ટમાં અત્યાર સુધી ફાસ્ટ બોલરોનો દબદબો જોવા મળ્યો છે. 11 ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલરોએ 25ની એવરેજથી 257 વિકેટ પોતાના નામે કરી છે. તો સ્પિનરોએ 31ની એવરેજથી માત્ર 91 વિકેટ પોતાના નામે કરી છે. રિવર્સ સ્વિંગ પર સવાલ ઉઠી રહ્યાં છે, હવે જોવાનું રહેશે કે ઝાકળ બાદ બોલ રિવર્સ સ્વિંગ થશે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube