IND vs BAN: ભારત વિરુદ્ધ વનડે સિરીઝ માટે બાંગ્લાદેશની ટીમ જાહેર, આ સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
Bangladesh vs India: બાંગ્લાદેશે ડિસેમ્બરમાં ઘરઆંગણે ભારત વિરુદ્ધ રમાનારી ત્રણ મેચોની વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડર શાકિબની વાપસી થઈ છે.
ઢાકાઃ Bangladesh vs India Shakib Al Hasan: ભારત વિરુદ્ધ ત્રણ મેચોની ઘરેલૂ સિરીઝ માટે બાંગ્લાદેશે ટીમની જાહેરાત કરી દીધી છે. આ સિરીઝનું આયોજન ડિસેમ્બરમાં કરવામાં આવશે. ટીમમાં ઓલરાઉન્ડર શાકિબ-અલ-હસન, ફાસ્ટ બોલર ઇબાદત હુસૈન અને ઓફ સ્પિનર ઓલરાઉન્ડર યાસિર અલીની વાપસી થઈ છે. શાકિબ બાંગ્લાદેશની અંતિમ વનડે સિરીઝ ચુકી ગયો હતો, જ્યારે ટીમે ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો હતો.
બાંગ્લાદેશ અને ભારત વચ્ચે પ્રથમ બે વનડે મેચ ઢાકાના મીરપુરના શેરએ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 4 અને 7 ડિસેમ્બરે રમાશે. ત્રીજી વનડે જે પહેલા ઢાકામાં રમાવાની હતી, તે હવે 10 ડિસેમ્બરે ચટગાંવના જહૂર અહમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાશે.
વર્તમાનમાં ભારત આઈસીસી વનડે ટીમ રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે, જ્યારે બાંગ્લાદેશ સાતમાં સ્થાને છે. આ ત્રણેય વનડે મેચ વિશ્વકપ સુપર લીગનો સાભ નથી. આ તમામ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 12 કલાકે રમાશે. ભારતીય ટીમ 1 ડિસેમ્બરે બાંગ્લાદેશના પ્રવાસે રવાની થશે. વનડે સિરીઝ બાદ બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમાશે.
આ પણ વાંચોઃ ટ્રક ચલાવે છે ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર સેમી જો જોન્સન- બિગ બેશ લીગમાં છે કમાલનો રેકોર્ડ
આ બંને ટેસ્ટ મેચ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. પ્રથમ ટેસ્ટ મેચ 14થી 18 ડિસેમ્બર સુધી ચટગાંવના જહૂર અહમદ ચૌધરી સ્ટેડિયમમાં અને બીજી ટેસ્ટ મેચ 22થી 26 ડિસેમ્બર સુધી શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
બાંગ્લાદેશ ટીમઃ તમિમ ઇકબાલ (કેપ્ટન), લિટન દાસ, અનામુલ હક બિજોય, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, અફિફ હુસૈન, યાસિર અલી ચૌધરી, મેહદી હસન મિરાજ, મુસ્તફિઝુર રહમાન, તસ્કીન અહમ, હસન મહમૂદ, ઇબાદત હુસૈન, નસુમ અહમદ, મહમૂદ ઉલ્લાહ, નજમુલ હુસૈન શાન્તો અને કાઝી નૂરુલ હસન સોહન.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube