ટ્રક ચલાવે છે ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર સેમી જો જોન્સન- બિગ બેશ લીગમાં છે કમાલનો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટર સેમી-જો-જોન્સને વિમેન્સ બિગબેશ લીગમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સેમી ક્રિકેટ સિવાય ટ્રક ડ્રાઈવર છે. સેમી-જો-જોન્સન 2015-16ની ડેબ્યુ સિઝનથી બિગ બેશ લીગમાં ભાગ લઈ રહી છે. સેમી-જો-જોન્સન સિ઼ડની થંડર માટે ક્રિકેટ રમે છે.

ટ્રક ચલાવે છે ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર સેમી જો જોન્સન- બિગ બેશ લીગમાં છે કમાલનો રેકોર્ડ

નવી દિલ્હી: સેમી-જો-જોન્સન. એક એવી ક્રિકેટર છે જેને ટીમ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ માટે રમવાની તક મળી નથી. પરંતુ જોન્સન વિમેન્સ બિગબેશ લીગમાં એક જાણીતું નામ છે. હાલની વિમેન્સ બિગબેશ લીગમાં પણ
 તેણે સિડની થંડર્સ માટે ભાગ લીધો હતો. સેમી-જો-જોન્સન ક્રિકેટર સિવાય ટ્રક ડ્રાઈવર પણ છે. સેમી-જો-જોન્સન અન્ય મહિલાઓને આ પ્રોફેશન અપનાવવા માટે પ્રેરિત કરવા માગે છે.

કેમ ચર્ચામાં સેમી-જો-જોન્સન:
સેમી-જો-જોન્સન વિમેન્સ બિગ બેશ લીગમાં પોતાની ટીમની અભિયાનની સમાપ્તિ પછી ફરી પાછી ટ્રક ડ્રાઈવિંગ કરવા લાગી. તે ક્રિકેટ પછી ટ્રક ડ્રાઈવિંગને સૌથી વધારે પ્રેમ કરે છે. સેમી-જો-જોન્સન ક્વીન્સલેન્ડમાં બી-ડબલ કંપની માટે ડ્રાઈવિંગનો આનંદ લેતી જોવા મળી. સેમી-જો-જોન્સને વિમેન્સ બિગબેશની હાલની સિઝનમાં 9 વિકેટ ઉપરાંત બેટથી 134 રન બનાવ્યા. જોકે આ સિઝનમાં તે કંઈ ખાસ ફોર્મમાં જોવા મળી નહીં.

સેમી-જો-જોન્સને શું કહ્યું:
સેમી-જો-જોન્સને ટ્વિટરમાં લખ્યું કે આ કંઈક એવું છે જે મને ક્રિકેટથી અંદર વ્યસ્ત રાખે છે. આશા છે કે કેટલીક બીજી મહિલાઓ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર પગ મૂકશે અને તેને અજમાવશે. ઓલ્ડ બ્વોયઝ પણ મને ટ્રક ચલાવતી જોઈને ઉત્સાહિત થઈ જશે. મને ક્રિકેટમાંથી બહારની વસ્તુને આગળ વધારવામાં મદદ કરવા માટે ન્યૂ સાઉથ વેલ્સ ક્રિકેટ અને સિડની થંડરને ધન્યવાદ.

 

— Sammy-Jo Johnson (@SammyJoJohnson2) November 23, 2022

 

30 વર્ષની સેમી-જો-જોન્સને ઓસ્ટ્રેલિયાની ન્યૂઝ ચેનલને કહ્યું કે આ ઘણું આનંદદાયક છે અને તમે નહીં જાણતા હોય કે આ દિવસની યાત્રા તમને ક્યાં લઈ જશે. તમે પોતાની ટ્રક શરૂ કરો છો અને તમે તેને ક્યાંય પણ લઈ જઈ શકો છો. આ ઘણું મજેદાર છે. અન્ય મહિલાઓ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવે અને ટ્રક ડ્રાઈવિંગના મજેદાર અને આનંદદાયક પ્રોફેશનને અપનાવો.

સેમી-જો-જોન્સનનો આવો છે રેકોર્ડ:
સેમી-જો-જોન્સન 2015-16ની ડેબ્યુ સિઝનથી વિમેન્સ બિગ બેશ લીગમાં ભાગ લઈ રહી છે. સેમી જોન્સને અત્યાર સુધી બ્રિસ્બેન હીટ અને સિડની થંડર માટે આ ટુર્નામેન્ટ માટે ભાગ લીધો છે. આ દરમિયાન સેમી-જો-જોન્સને 104 મેચમાં 6.90ની એવરેજથી 94 વિકેટ લીધી છે. સાથે જ તેના નામે 805 રન છે. તે આ ચેમ્પિયનશીપમાં સૌથી વધારે વિકેટ લેનારી યાદીમાં 10મા ક્રમે છે. 2020-21ની સિઝનમાં જ્યારે થંડર બીજીવાર ચેમ્પિયન બન્યું હતું ત્યારે તે 22 વિકેટની સાથે ટોપ પર રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news