IND vs BAN: બાંગ્લાદેશ સામે મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હાર્દિક પંડ્યા, છોડવું પડ્યું મેદાન
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ પુણેમાં રમાઈ રહેલી વિશ્વકપ મેચ દરમિયાન ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો છે. હાર્દિક પંડ્યાએ મેદાન છોડી બહાર જવું પડ્યું છે.
Hardik Pandya Injury: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેમાં મુકાબલો ચાલી રહ્યો છે. વિશ્વકપ-2023માં બંને ટીમ આમને-સામને છે. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલિંગ કરવા સમયે ઈજાગ્રસ્ત થઈ ગયો છે. હાર્દિક પંડ્યા મેદાન છોડીને બહાર જતો રહ્યો છે. હાર્દિક પંડ્યાની ઈજા પર બીસીસીઆઈએ અપડેટ આપ્યું છે.
હાર્દિક પંડ્યા બાંગ્લાદેશની ઈનિંગની નવમી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. પરંતુ તે આ ઓવરમાં માત્ર ત્રણ બોલ ફેંકી શક્યો હતો. ત્યારબાદ તેને ઈજા થતાં તે મેદાન છોડી બહાર જતો રહ્યો હતો. હાર્દિક પંડ્યાની ઓવર વિરાટ કોહલીએ પૂરી કરી હતી. હવે બીસીસીઆઈએ એક્સ પર માહિતી આપી છે કે હાર્દિક પંડ્યાને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે. સ્કેન થયા બાદ ખ્યાલ આવશે કે હાર્દિક પંડ્યાની ઈજા કેટલી ગંભીર છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube