ઈન્દોરઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kholi) બાંગ્લાદેશ વિરુદ્ધ (IND vs BAN) ત્રણ દિવસની અંદર ઈનિંગના અંતરથી ટેસ્ટ મેચ જીત્યા બાદ કહ્યું કે, અમારી પાસે ફાસ્ટ બોલરોનું 'ડ્રિમ સંયોજન' છે, જે કોઈપણ પિચ પર અને કોઈપણ ટીમની બેટિંગને ધ્વસ્ત કરી શકે છે. મેચમાં ભારતીય ફાસ્ટ બોલરોના દબદબાનો અંદાજ તે વાતથી લગાવી શકાય છે કે ઈશાંત શર્મા (Ishant Sharma), ઉમેશ યાદવ (umesh yadav) અને મોહમ્મદ શમીની (shami) ત્રિપુટીએ બાંગ્લાદેશની 14 વિકેટ ઝડપી, જ્યારે સ્પિનર અશ્વિન અને જાડેજાએ મળીને પાંચ વિકેટ ઝડપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ફાસ્ટ બોલરો વિશે કોહલીએ કહ્યું કે, ટીમ પોતાના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિના પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે, જે આ સમયે ઈજાગ્રસ્ત છે. મેચ બાદ પુરસ્કાર વિતરણ સમારોહમાં કોહલીએ કર્યું, 'આ ખેલાડી (ફાસ્ટ બોલર) શાનદાર લયમાં છે. જ્યારે તે બોલિંગ કરે છે તો લાગે છે કે દરેક પિચ સારી પિચ છે. જસપ્રીત અત્યારે ટીમમાં નથી જ્યારે તે વાપસી કરશે ત્યારે વિરોધી ટીમ માટે વધુ મુશ્કેલી થશે.'

ICC Test Championship Points Table: ટોપ પર ભારત વધુ મજબૂત, જાણો અન્ય ટીમોની સ્થિતિ


તેણે કહ્યું, 'તે દરેક સ્પેલમાં વિકેટ કાઢી શકે છે. સ્લિપમાં ફીલ્ડરોએ હંમેશા તૈયાર રહેવાનું હોય છે, કારણ કે તેને ખ્યાલ હોય છે કે બોલ ગમે તે ઓવરમાં તેની પાસે આવી શકે છે. આ કોઈપણ કેપ્ટન માટે ડ્રિમ સંયોજન છે. કોઈપણ ટીમ માટે મજબૂત બોલિંગ હોવી સૌથી મહત્વપૂર્ણ છે.'


મેચ વિશે પૂછવા પર ભારતીય કેપ્ટને કહ્યું, 'ખ્યાલ નથી શું કહેવું જોઈએ, આ વધુ એક શાનદાર પ્રદર્શન છે. અમારા બેટ્સમેનો ખુબ પ્રોફેશનલ છે. અમે પાંચ બેટ્સમેનોની સાથે ઉતર્યા, જેમાંથી એક ખેલાડીએ જવાબદારી સાથે બેટિંગ કરી. અમે આગામી વિદેશી પ્રવાસ પર આવું પ્રદર્શન કરવા ઈચ્છીએ છીએ.'


ભારતીય ટીમના હાલના પ્રદર્શનની તુલના 2000ના શરૂઆતી દાયકામાં ઓસ્ટ્રેલિયાના પ્રદર્શન સાથે કરવામાં આવી રહી છે. કોહલીએ કહ્યું, 'સંખ્યા અને રેકોર્ડ માત્ર દેખાડવા માટે હોય છે. તે પુસ્તકોમાં રહેશે, અમે તેના પર ધ્યાન આપી રહ્યાં નથી. અમે આગળ આવનારા ખેલાડીઓને પ્રેરિત કરતા માપદંડ બનાવી રાખવા ઈચ્છીએ છીએ. આ પ્રક્રિયામાં અમે ભારતીય ક્રિકેટના માપદંડોને ઉંચા કરી રહ્યાં છીએ. અમે એક ટીમના રૂપમાં સંખ્યા વિશે ચિંતા કરતા નથી.'

Ind vs Ban: ઈનિંગના અંતરથી 10મી જીત, કોહલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ


ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલની શાનદાર ઈનિંગ વિશે પૂછવા પર કોહલીએ કહ્યું, 'જ્યારે એક યુવા ટેસ્ટમાં બેટિંગ માટે આવે છે તો મને ખ્યાલ છે કે મોટી સદી બનાવવામાં કેટલો સમય લાગે છે, કારણ કે મને ખ્યાલ છે કે, મને સદી ફટકારવામાં કેટલો સમય લાગ્યો હતો તેથી મને ખ્યાલ છે કે મોટો સ્કોર બનાવવાનું શું મહત્વ છે.'


લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube